વિરોધ પ્રદર્શન:કોંગી નેતાએ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતાં ભારે રોષ

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગરવા ખાતે ભાજપે સૂત્રોચ્ચાર કર્યા

દેશના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સિંગરવામાં પણ ભાજપ કાર્યકરોએ સખત વિરોધ નોંધાવ્યો છે. વટવા મંડલ દ્વારા સિંગરવા ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારે ભાજપના કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ સાથે આદિવાસી દીકરીનું અપમાન નહિ ચાલે સૂત્રોચ્ચાર સાથે કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીનો વિરોધ કર્યો હતો અને દેશ અને રાષ્ટ્રપતિની તેઓ માફી માંગે તેવી માગ કરાઈ હતી.

કોંગી નેતા સામે ભારે રોષ: કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે. વટવા મંડલ ભાજપે સુત્રોચ્ચારો સાથે કોંગી નેતા સામે ભારે રોષ વ્યકત કરી તેઓ પોતાના આવા સંબોધન બદલ દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તેઓ સૂર વ્યક્ત કર્યો છે. સંબોધનને સખત શબ્દોમાં વખોડી નાખ્યું.

અન્ય સમાચારો પણ છે...