તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દસક્રોઈના વસઇમાં લીકેજ મરામત બાદ ખાડો પૂર્યા વિના છોડી દેવાતા નાગરિકોને પરેશાની

વહેલાલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દસક્રોઈના વસઇ પટેલ ફળીમાં પીવાના પાણીની મેઈન લાઈનમાં લિકેજ થતા મરામત સમયે ખોદકામ કરાયું હતું,મજૂરના અભાવે ખોદકામ પુરાયુ નથી. ત્યારે પટેલ ફળીના રહીશોને પગપાળા,વ ાહન સાથે આવન જાવનમાં મુશ્કેલી થઈ રહી છે. ત્રણ દિવસ સુધી રહીશોએ સો મીટર પગપાળા ચાલી પાણી ભરવું પડ્યું છે. ત્યારે ખોદકામના ઉડા ખાડામાં કોઈ પડી જવાથી જાનહાની થાય તે પૂર્વે સત્વરે ગ્રામ પંચાયત દ્વારા પુરાણ કરાય અને માર્ગ વચ્ચે ચાલવામાં અવરોધરૂપ સ્લેબ સત્વરે ખસેડાયા તેવી માગ ઉઠી છે. રાતના સમયે ખાડામાં કોઇ નાગરિક કે વાહનચાલક પડી જાય તેવી સંભાવના રહેલી છે. જેથી ખાડો ઝડપથી પુરી દેવાય તેવી માગ ઉઠી છે.

આ અંગે નાગરિકોએ તલાટી,સરપંચ, ટીડીઓ સુધી રજુઆત કરી છે. જોકે આ અંગે વસઇ સરપંચ નવલકરભાઈ સાથે વાતચીત કરતા જાણકારી પ્રાપ્ત થઈ છે કે પટેલ વાસમાં પાણીના લિકેજની સમસ્યા હતી. મરામત માટે ઉપર રહીને મેં કાળજીપૂર્વક પાસેના રહીશના ઘરના ભોંયરામાં, ખાળ કૂવામાં પાણી ના ભરાય તે રીતે પીવાના પાણીની લાઈન બંધ કરાવી બે બે વાર લીકેજનું મરામત કામ પૂર્ણ કરાવેલ ઘરના ટ્રેકટર વડે ખોદકામ કરાવી મરામત હાથ ધરાયુ છે.ખોદકામ બાદ પુરાણમાં માટી નાખવાની બાકી છે. રહીશોની સમસ્યા હલ કરવા મેં પ્રત્યક્ષ ઉભા રહી કામગીરી કરાવી લીકેજ મરામત કરાવ્યુ છે પરંતુ તહેવારોને લઈ હજારો રૂપિયા ખર્ચતા મજૂર, જેસીબી મળતા નથી. મજૂર મળતાજ ખોદકામ પુરી દેવામાં આવશે.મારા પ્રયાસ છે કે શનિવાર રાત્રે જ પુરાણ થઈ જાય. પાણીના લીકેજ બંધ કરવા માટે લાઇન ખોદવા માટે ખાડો કરવામાં આવ્યો હતો. જેને જેમની તેમ છોડી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો