રોષ:વહેલાલ ગુજરાતી શાળા અને મતદાન મથકના પ્રવેશ દ્વારે જ ઉભરાતી ગટર

વહેલાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના આચાર્યે લેખિત ,રહીશોએ મૌખિક રજુઆત કરી પણ પરિણામ શૂન્ય : ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઇ

રાજ્ય સરકાર ગામડાના વિકાસ માટે ગટરો પાછળ લાખો ખર્ચી ગટરો બનાવી આપે છે પરંતુ ગ્રામ પંચાયતોના સરપંચો સદસ્યો ગટરોની સફાઈ કરાવી શકતી નથી આથી લોકોને સહન કરવાનું આવે છે. ડિસેમ્બરના અંતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. વહેલાલ ગામના મતદારો જ્યાં મતદાન કરવા જવાના છે તે મતદાન મથક અને ગુજરાતી શાળા, આંગણવાડીના પ્રવેશ દ્વારે દોઢ માસથી ગટરો ઉભરાય છે. આ અંગે ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ તલાટી સમક્ષ આચાર્યે લેખિત તેમજ આસપાસના રહીશોએ મૌખિક રજુઆત કરી પરંતુ દોઢ માસથી ઉભરાતી ગટરો તંત્ર દ્વારા બંધ કરાઈ નથી.

આ શાળા મતદાન મથકના પ્રવેશ દ્વારમા શાળાની દીવાલ ને અડીને બહારની તરફ જાહેર માર્ગ પર ગટર ઉભરાય છે. ગટરના દૂષિત પાણી શાળામાં પ્રવેશ્યા છે. આ શાળામાં જ આંગણવાડી ચાલી રહી છે. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ રોજ આ દૂષિત પાણીમાં પગ મૂકી જઇ રહ્યા છે. દૂષિત પાણી આરસીસીના નવીન માર્ગ પર ફેલાયા છે. દુર્ગધ મારતા પાણીથી શાળા આસપાસના વિસ્તારમાં દુર્ગધ મારતા રહેવું મુશ્કેલ બન્યું છે. આમ છતાં તંત્ર ઘોર નિદ્રામા છે. કોઈ ગંભીરતા જવાબદારી તંત્રમાં દેખાતી નથી.

ઉભરાતી ગટરની સમસ્યા હલ નહિ થતા વિસ્તારના વોર્ડના નાગરિકો ચૂંટણી બહિષ્કારના મૂડમાં છે. વિસ્તારના નાગરિકોનું કહેવું છે કે અમારી સમસ્યાના હલ માટે ચાલુ પંચાયત બોડીને રસ નથી, તો અમારા પ્રશ્નની રજુઆત હારેલા અને આગામી ચૂંટણીના સંભવિત સદસ્યોને પણ રસ નથી ત્યારે અમારી પાસે ચૂંટણી બહિષ્કાર અને નોટાના ઉપયોગ સિવાય કોઈ વિકલ્પ નથી.

ચૂંટણી બહિષ્કાર કરશું
ઉભરાતી ગટરની સમસ્યા હલ નહિ થતા નાગરિકોનું કહેવું છે કે અમારી સમસ્યાના હલ માટે ચાલુ પંચાયત બોડીને રસ નથી, તો અમારા પ્રશ્નની રજૂઆત હારેલા અને આગામી ચૂંટણીના સંભવિત સદસ્યોને પણ રસ નથી ત્યારે અમારી પાસે ચૂંટણી બહિષ્કાર અને નોટાના ઉપયોગ સિવાય કોઈ વિકલ્પ નથી.

અન્ય સમાચારો પણ છે...