તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં આંનદ:દસ્ક્રોઈ તાલુકાના નવરંગપુરાને અલગ ગામ તરીકે જાહેર કરાતા ગ્રામજનોમાં ભારે આંનદ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવરંગપુરાને અલગ ગામ તરીકે જાહેર કરાતા લોકોમાં આનંદ. - Divya Bhaskar
નવરંગપુરાને અલગ ગામ તરીકે જાહેર કરાતા લોકોમાં આનંદ.
  • ધારાસભ્ય, તાલુકા સભ્યની રજૂઆત રંગ લાવી: વર્ષોથી કઠવાડા - નવરંગપુરા ગ્રુપ પંચાયત હતી

એક વર્ષ પૂર્વે દસકોઈ તાલુકાના કઠવાડા - નવરંગપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી કઠવાડા વિસ્તારને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવતા બાકી રહેલો નવરંગપુરા વિસ્તાર સરપંચ,ગ્રામ પંચાયત વગરનો થઈ ગયો હતો જેને કારણે ગ્રામ પંચાયતના અભાવે વિકાસના કાર્યો પર માઠી અસર પડી હતી.

સાંસદ,ધારાસભ્ય, જિલ્લા તાલુકા સદસ્ય વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી શકતા ન હતા,તેમજ સ્ટ્રીટલાઇટના બિલ પણ ભરી શકાયા નથી આવા સંજોગોમાં દસકોઈ ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ તેમજ તાલુકા સદસ્ય ઉમેશભાઈ પટેલે નવરંગપુરા વિસ્તારને અલગ ગામ તરીકે જાહેર કરવા રાજ્યકક્ષાએ અસંખ્ય રજૂઆતો કરી હતી.

રજૂઆતના પગલે 29 જૂનના રોજ ગુજરાત સરકારના પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી કઠવાડા - નવરંગપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી નવરંગપુરાના વિસ્તારને નવરંગપુરા નવું ગામ જાહેર કરી ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવતા વિસ્તારના લોકો પોતાની પસંદગીનો સરપંચ ચૂંટી કાઢશે અને વિકાસના કાર્યોને વેગ મળશે.

આશરે દોઢ હજારની વસ્તીવાળા નવરંગપુરા વિસ્તારના રહીશોને હવે તેમના વિસ્તારના તેમની વસ્તીમાંથી સરપંચ ચૂંટી કાઢવાની તક મળશે અત્યાર સુધી સૌથી વધુ વસ્તી ધરાવતા કઠવાડા માંથી જ સરપંચ ચૂંટાઈ આવતા હતા અત્યારથી દોઢ હજારની વસ્તી ધરાવતા નવરંગપુરા વિસ્તારના રહીશોને સસ્તા અનાજની દુકાનેથી રેશન લેવા કઠવાડા ગામ સિંગરવાની રેશનિંગની દુકાનો પર આધાર રાખવો પડતો હવે જ્યારે નવરંગપુરાને અલગ ગામ જાહેર કરાતા સસ્તા અનાજની દુકાન મળવાની આશા છે.

નવરંગપુરા નો વિસ્તાર કઠવાડા - નવરંગપુરા ગ્રામ ગ્રામ પંચાયત હેઠળ આવતો જેનાથી નવરંગપુરા વિસ્તારની સ્ટ્રીટ લાઇટનું બિલ નવરંગપુરા ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાંક મહિનાઓથી કઠવાડાને AMC ની હદમાં સમાવવામાં આવતા ગ્રામ પંચાયતના અભાવે નવરંગપુરા વિસ્તારની સ્ટ્રીટલાઇટનું બિલ નહીં ભરાતા વીજ કંપનીએ કનેક્શન કાપી નાખતા અંધકાર છવાયો છે તે ભરાવવાની અને અંધકાર દૂર થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...