છેતરપિંડી:સાઉથ બોપલની યુવતીને મોડેલિંગનું કામ અપાવવાની લાલચે 50 હજારની છેતરપિંડી

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડેલિંગનું કામ મેળવવાની લાલચમાં અમદાવાદ સાઉથ બોપલની યુવતીએ સરગાસણના ઇસમના ખાતામાં 50 હજાર ટ્રાન્સફર આપેલા,પરંતુ ઇસમે રૂપિયા અને કામ નહી આપી છેતરપિંડી કરતા યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતી અનન્યાસિંગ અલગ અલગ કંપનીનું મોડેલિંગ શૂટ અને બ્રાન્ડિંગનું કામ કરે છે. યુવતીને આ કામ દરમિયાન સરગાસણના વિરાજ સાથે મુલાકાત થઈ હતી. વિરાજે યુવતીને ગિફ્ટ સીટીનું બ્રાન્ડિંગનું કામ અને તેના પૈસા અપાવશે એવો વિશ્વાસ આપી તમે જે બેંક ખાતામાં નાણાં જમા લેવા માગતા હોય તે ખાતાની ડિટેઇલ આપી કન્ફર્મ કરવા પૈસા ટ્રાન્સફર કરો તે પૈસા હું પરત કરીશ. એમ કહી વિરાજે પોતાની બેંક ડિટેઇલ યુવતીને આપી હતી.

યુવતીએ કામ મેળવવાની લાલચમાં અને વિશ્વાસમાં 50 હજારની રકમ પોતાના ખાતામાંથી વિરાજના ખાતામાં ટ્રાન્સફર આપ્યા હતા. વિરાજે 50 હજારને બદલે 40 હજાર યુવતીના ખાતામાં ટ્રાન્સફર આપ્યા હતા.વિરાજે મોટું ટ્રાન્જેક્શન હોઈ મારા ખાતામાં અવારનવાર પૈસા મોકલવા પડશે કહેતા યુવતીએ 40 હજાર પાછા વિરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ એક મહિનો થવા છતાં કામ અને 50 હજાર પરત નહિ આપતા બોપલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...