કાર્યવાહી:અસલાલી પાસેથી રૂ.12 લાખનો દારૂ ઝબ્બે, સાંઇનાથ પાર્કિંગમાંથી બંધ બોડીની આયસરમાંથી વિદેશી દારૂ ઝડપાયો

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરિયાણાથી દારૂ  લવાયો હતો - Divya Bhaskar
હરિયાણાથી દારૂ લવાયો હતો
  • હરિયાણાથી મોટી માત્રામાં દારૂનો જથ્થો લવાયો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
  • જોકે આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અસલાલી પોલીસે બાતમીને આધારે અસલાલી સર્કલ નજીક આવેલ સાંઇનાથ પાર્કિંગ માંથી બંધ બોડીની આયસર નંબર- HR-55-AJ-0132 માં ભરેલ ભારતિય બનાવટના વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભારે જહેમતથી ઝડપી પાડેલ છે.

બંધ બોડીના આયસરમાંથી ભારતિય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ મળી કુલ બોટલ નંગ- 3720 કિ.રૂ.1202700 ના ઇંગ્લીશ દારૂનો જથ્થો ,સંડોવાયેલ વાહન આયસર નંબર- HR-55-AJ-0132 કિંમત રૂા.5 લાખ મો.ફોન-૨ કિ.રૂ. 1500, રોકડ રૂ.2100 મળી મળી કૂલ કિંમત 1706300 નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી દારૂનો જથ્થો કોણ ક્યાથી લાવેલ અને કયા પંહોચાડવાનો હતો અને તેમા કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે. તે દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્‍સપેકટર એચ.બી.ગોહીલ, પો.સ.ઇ. જી.એમ.પાવરા, પો.સ.ઇ જે.યુ.કલોત્રા, પો.સ.ઇ. એસ.એસ.નાયર એસ.એસ.આઇ. વિજયસિંહ મસાણી સહિત અન્ય પાચ કર્મીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...