માનવ જીવનને વ્યાધિમાથી મુકિત અપાવવા પારદલિંગના સ્થાપન સાથે જૂજ શિવાલયો ઉભા કરવામાં આવ્યા છે જેમાનું 1251 કિલો પારદલિંગ વહેલાલમા આવેલું છે તે શિવાલય જ કોરોના મહામારીમાં સતત બીજા શ્રાવણ માસમાં બંધ છે જેથી શિવ ભક્તોમાં વ્યાપક રોષ જોવા મળે છે.
સોમનાથ,ડાકોર,દ્વારકા જેવા મંદિરો કોરોના ગાઈડલાઈન સાથે ખુલ્યા પરંતુ શ્રાવણ માસમાં રોજ 100 થી 500 દર્શનાર્થીઓ આવતા વહેલાલના 1251 કિલો પારદલિંગના પારદેશ્વર શિવાલય ના ધ્વારા કોરોનામાં સતત બીજા વર્ષે બંધ રહેતા દર્શનાર્થીઓમા રોષ જોવા મળે છે અને દર્શનાર્થીઓ કહી રહ્યા છે કમસે કમ ગેટપર ટીવી સ્ક્રીન પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરવી જોઈએ.
સતત બીજા શ્રાવણ માસમાં દર્શન માટે આશ્રમનો મુખ્ય ગેટજ બંધ રાખતા ગેટપર ક્ષમા યાચના સાથે મહામારીને કારણે સત્સંગીઓ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ છે નું બોર્ડ મૂકી દેતા દર્શનાર્થીઓમા રોષ છે.દર્શનાર્થીઓ ગેટપર પ્રાર્થના કરતા જોવા મળે છે અને શિવ સ્તુતિના” દયા કરીને પારદેશ્વર દર્શન આપો ગાય છે અને કમસે કમ શિવાલયમાં દર્શન ના આપો તો ટીવી સ્ક્રીન પર દર્શન આપો તેમ કહી વિનંતી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.