મન્ડે પોઝિટિવ:સતત ચોથા વર્ષે 105 અનાથ બાળકોને દિવાળી નિમિત્તે મિઠાઈ તેમજ શૈક્ષણિક કિટનું વિતરણ

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસક્રોઇ તાલુકા ટીચર ક્રેડિટ સોસાયટી અને દસક્રોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજન કરાયું

સામાન્ય રીતે દિવાળી આવે એટલે મા બાપ પોતાના બાળકોને નવા કપડા, બુટ ચંપલ, મીઠાઈઓ,ફટાકડા લઈ તેઓને આંનદ આપે છે. પરંતુ જે બાળકો અનાથ છે તેઓને કોણ લઈ આપે. દસક્રોઈ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ચાર વર્ષથી તાલુકાના અનાથ બાળકો માટે કપડા, મીઠાઈ, ફટાકડા લાવી આપી તેઓના મુખ પર સ્મિત લાવવા પ્રયાસ કરે છે.

દસક્રોઇ તાલુકા ટીચર ક્રેડિટ સોસાયટી અને દસક્રોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સતત ચોથા વર્ષે પ્રભુ વત્સલ એટલે કે અનાથ બાળકોને દિપાવલી નિમિત્તે શૈક્ષણિક કીટ અને મીઠાઈ તેમજ અન્ય જરૂરીયાતની ચીજવસ્તુઓ આપવાનો કાર્યક્રમ ઓઢવ રીંગરોડ સર્કલ ખાતે આવેલ એક હોટલમાં યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પીન્કેશભાઈ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચારક મંત્રી નરેન્દ્રભાઇ ઉપસ્થિત રહ્યા અને સર્વ દાતાઓ, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. દસક્રોઇ તાલુકા ટીચર ક્રેડિટ સોસાયટીના ચેરમેન ભરતભાઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ અને તેમની ટીમ દ્વારા દરેક અનાથ બાળકને શિક્ષક દાનવીરો દ્વારા મળેલા દાનમાંથી પ્રત્યેક બાળક દીઠ છ હજાર કરતાં વધુ રકમની ફુલ 105 બાળકોને આ કીટ આપવામાં આવી હતી તેમજ બાળકોને ભોજન પણ અપાયુ હતુ.

દરેક બાળકને કાર્યક્રમ સ્થળે આવવા-જવાના ભાડા પેટે સો રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. કીટ વિતરણ માટે 250 દાતાઓએ 6 લાખથી વધુ રકમનું દાન આપી પ્રભુ વસ્તલ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટેનો ઉમદા પ્રયાસ કર્યો છે.

કિટમાં કપડા સહિતની વસ્તુઓ
છ હજારની કિટમાં બે જોડીથી વધુ કપડા,બુટ ચંપલ, ફટાકડા,મીઠાઈઓ, નોટબુક, દફતર આપવામાં આવે છે.

{દસક્રોઇ તાલુકા ટીચર ક્રેડિટ સોસાયટી અને દસક્રોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સતત ચોથા વર્ષે 105 અનાથ બાળકોને દિપાવલી નિમિત્તે શૈક્ષણિક કીટ અને મીઠાઈ સહીત અન્ય જરૂરીયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવતા બાળકોના ચહેરા પર ખુશી જણાતી હતી.

અન્ય સમાચારો પણ છે...