કણભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ:‘દીકરીને મેસેજ કેમ કરે છે’ કહી પિતાનો યુવક પર હુમલો

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કણભા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

અમદાવાદ અસરવાની ચાલીમાં રહેતા યુવા યુવતી વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ અંગે બંને પરિવારોએ યુવા યુવતીને સમજાવી એકબીજાને ભૂલી જઇ સમાધાન થયું છતાં છોકરો છોકરીની બહેનપણીના મોબાઈલમાં મેસેજ કરતો હતો. એવાત ને લઈ છોકરીના પિતાએ અન્ય ત્રણ સાગરીતો સાથે મળી એણાસણ જોગણી માતા મંદિરે દર્શન કરવા આવેલા છોકરાને મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા છોકરાના પિતાએ છોકરીના પિતા સહિત ત્રણ વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદ અસારવા નવી ભોગીલાલની ચાલીમાં રહેતો 22 વર્ષીય યુવાન ધવલ ભરતજી વિહોલ એણાસણ જોગણી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો.તે દરમિયાન આજ ચાલીમાં રહેતા વિહજી લક્ષ્મણજી રાઠોડ અન્ય ત્રણ સાથે મંદિરે આવેલ અને ધવલને કહેવા લાગેલ કે તને મારી દીકરીને તેની બહેનપણી ના મોબાઈલમાં મેસેજ કરવાની ના પાડી છે છતાં મેસેજ કરે છે તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરી ધર્મેન્દ્ર ભીખાજી ચાવડા,વિજય ભીખાજી રાઠોડ,ભરતજી ભીખાજી રાઠોડે ફેંટો મારી ગડદા પાટુનો મારમારતા અને એકલ દોકલ મળીશ તો મારી નાખવાની ધમકી આપી ભાગી જતા છોકરાના પિતાએ છોકરીના પિતા સહિત ચારેય વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. કણભા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...