તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:અખાત્રીજે વહેલાલ,ભુવાલડીના કિસાનોએ પૂજા કરી મુહૂર્ત સાચવ્યું

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્વ નિમિત્તે નવા વર્ષ તરીકેની માન્યતા જાળવી રાખી
  • પરંપરા મુજબ ખેતીના સાધનોની પૂજા કર્યા બાદ ધરતી માતાને લાપસીનો પ્રસાદ અર્પણ કર્યો હતો

વૈશાખ સુદ અખાત્રીજે દસક્રોઈના વહેલાલ, ભુવાલડી સહિતના ખેડૂતોએ ખેતી માટેનું આજના પર્વ નિમિત્તે નવું વર્ષ તરીકેની માન્યતા જાળવી રાખી આ વિસ્તારના અનેક કિસાનોએ પૂજા કરી મુહૂર્ત સાચવ્યું હતુ અને ખેતીની તૈયારીઓ કરી હતી.

ભારતીય સંસ્કૃતિમાં જૂની પરંપરા રીત રિવાજો લુપ્ત થવાના આરે હોય એવી સ્થિતિમાં પણ જગતના તાત એવા ખેડૂતોએ શુક્રવારે પણ વર્ષો પર્યાપ્ત વડવાઓ દ્વારા નિભાવાતી રસમો જારી રાખી આજે વૈશાખ સુદ અખાત્રીજે દસક્રોઈના વહેલાલ, ભુવાલડી સહિતના ખેડૂતોએ ખેતી માટેનું આજના પર્વ નિમિત્તે નવા વર્ષ તરીકેની માન્યતા જાળવી છે.

અક્ષય એટલે ક્યારેય ક્ષય ના થાય તેવું,આજના ખેતીમાં અનાજના ભરપૂર રહે તેવી પ્રાર્થના સાથે દસક્રોઈના વહેલાલ ,ભુવાલડી સહિતના ગામડાઓમાં બળદ, હળ, આજના યુગ પ્રમાણે ટ્રેકટર ,પાવડો, કોદાળી જેવા ઓજારો સાધનોનું વહેલી સવારે પૂજા વિધિ કરી ,ખેતર ખેડી, ધરતી માતાને લાપસીનો પ્રસાદ અર્પણ કરી,એકબીજાને લાપસી અને પેંડા આપી એક તરફ યંત્ર યુગ અને બીજી તરફ પરંપરા જોઈને આજે ખેડૂતોએ પૂજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...