શુભમુર્હૂત:પીરાણા સહિત દસક્રોઈમાં ખેડૂતોએ અખાત્રીજ પૂજન કર્યુ

વહેલાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દસક્રોઈમાં ખેડૂતોએ અખાત્રીજ નિમિતે હળોતરા હળ-બળદની પુજા કરી. - Divya Bhaskar
દસક્રોઈમાં ખેડૂતોએ અખાત્રીજ નિમિતે હળોતરા હળ-બળદની પુજા કરી.
  • ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરવામાં

અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે.ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે સવારે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરે છે. આ પરંપરા મુજબ દસક્રોઈના પીરાણાના એક પરિવાર સહિત દસક્રોઈના દરેક ખેડૂતે જાળવી ટ્રેકટર, હળ બળદ વડે જમીન ખેડી હતી.અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જોયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુઆરોગ્ય સારુ રહે છે.

અખાત્રીજ અને પરશુરામ જયંતિ તથા ખેડૂતો માટે હળોતરા હળ-પશુ પુજા માટે શ્રેષ્ઠ રહે છે. લગ્ન સિવાય અન્યત્ર શુભકામો માટે અક્ષય તૃતીયા શુભ રહે છે. આ દિવસે ખેડૂતોએ ખેતરમાં જઇ નિર્ધારિત દિશા તરફ ઉભા રહી ધરતીમાતાનું પૂજન કરવુ. હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવી. પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરી પરિવાર સાથે ખેતરમાં ભોજન લેવુ. ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોઇ પૂજા નૈવધ ધરાવવાથી અન્ન ઉત્પાદન, પશુઆરોગ્ય સારુ રહે અક્ષયતૃતીયાએ પૂજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...