તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:Dy.CMએ 2 વર્ષ પહેલાં દસ્ક્રોઈના રોડ માટે 8 કરોડ મંજૂર કર્યા, છતાં કામ અધૂરું

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 માસથી અપૂર્ણ કામગીરીથી લોકો અને વાહનચાલકો પરેશાન
  • હજુ સુધી માત્ર સાઈડો પહોંળી કરી તેમજ પુરાણો ભરી લેવલ કરાયું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કરવાનું કામ શરૂ કરાયું નથી

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા દસક્રોઈના 10 કરતા વધુ ગામમાં 8 કરોડના ખર્ચે રોડ મંજૂર કર્યો હોવા છતાં દસક્રોઈની જનતામાં રોષ જોવા મળ્યો છે. વહેલાલથી કઠવાડા સુધીના 7 કિમીના રોડને પહોળો અને નવેસરથી બનાવવા 2 વર્ષ પૂર્વે મંજૂરી મળેલ છે. આ 7 કિમીના માર્ગની કામગીરી છેલ્લા 10 માસથી ગોકળગતિએ ચાલતાં વાહનોચાલકો તેમજ સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે. હજુ સુધી માત્ર સાઈડો પહોંળી કરી તેમજ પુરાણો ભરી લેવલ કરાયું છે.

પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કરવાનું કામ શરૂ કરાયું નથી. આમ 2 વર્ષે પૂર્વે મંજૂર થયેલ આ રોડ ન બનતાં એવું લાગી રહ્યું છે કે, વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી સમયે 8 કરોડના આ રોડની કામગીરી શરૂ થશે. આ અંગે જિલ્લા માર્ગ અને મકાન ખાતું કોન્ટ્રાકટરનું ઉપરાણું લઈ મજૂરોનો અભાવ હોવાનું રટણ કરે છે તો બીજી તરફ વગદારોના પ્રભાવે રોડનું કામ અટકાવ્યું હોવાનું વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, ચોમાસું આવવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ રોડનું અધૂરું કામ લોકોને વધુ પરેશાન કરે એમ છે.

ત્યારે જો વિસ્તારના ખેડા સાંસદ, દસક્રોઈ ધારાસભ્ય, વહેલાલ તાલુકા સદસ્ય કોન્ટ્રાકટર સામે લાલ આખ નહીં કરે તો દિવાળી સુધી 5 માસ વિસ્તારના વાહનચાલકોએ આ મુશ્કેલી સહન કરવી પડશે. નાગરિકો આશા સેવી રહ્યા છે કે ધારાસભ્ય ,તાલુકા સદસ્ય રસ લઈ કોન્ટ્રાકટર પાસે કામ શરૂ કરાવે તો ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ થતાં હાલાકીનો અંત આવે.

અન્ય સમાચારો પણ છે...