દુર્ઘટના:વહેલાલ હુકા વચ્ચે ટ્રેક્ટરનું ટાયર ફાટતા ચાલકનું મોત

વહેલાલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડસાઇટ પર મજૂરો માટે પાણી લઈ આવતો હતો ત્યારે બનાવ બન્યો

વહેલાલ હુકા માર્ગ પર પાણી ભરેલા ટેન્કરને લઈને આવતા ટ્રેક્ટરનું ટાયર ફાટતા ચાલકે સ્વ બચાવે કૂદકો મારતા ટેન્કર જોઈન્ટમાંથી છૂટું પડી જઇ પલટી મારતા સ્વબચાવ માટે કુદેલ ચાલક ટેન્કર નીચે આવી જતા મૃત્યુ થયું છે.

વહેલાલ હુકા એપ્રોચ રોડ પર ડામર કામ કરતા મજૂરોની સાઇટ પર મજૂરોના વપરાશ કરવા પાણી ખૂટી પડતા લુણાવાડા તાલુકાના મોતીધોડા ગામમાં રહેતા રમેશભાઈ નાયક અન્ય બે મજૂરો સાથે પીવાના પાણીના ટેન્કમા પાણી ભરવા ટ્રેકટર ટેન્કર લઈ હુકા ગામે ગયા હતા.

હુકાથી ટેન્કરમાં પાણી ભરી પરત ફરતા હતા તે દરમિયાન હુકા અંબિકા ફાર્મ પાસે અચાનક ટ્રેકટરમા ખાલી સાઈડમાં આગળના ટાયરમાં ભડાકો થતા ટ્રેકટર પાણી ભરેલા ટેન્કર સાથે એકદમ રોડની સાઈડમાં ઉતરી જતા ચાલક રમેશભાઈએ સ્વ બચાવ માટે ચાલુ ટ્રેક્ટરે કૂદકો મારતા નીચે પડી ગયા હતા.અચાનક પાણી ભરેલું ટેન્કર પલટી ખાતા ચાલક રમેશભાઈ પાણી ભરેલા ટેન્કર નીચે દબાઈ ગયા હતા. ટેન્કર પલટી મારતા આસપાસ ના ઘણા લોકો ભેગા થઈ જતા ટેન્કરને ઊંચું કરી રમેશભાઇને બહાર કાઢેલ અને 108 ને કોલ કરતાં ઘટના સ્થળે આવી તપાસ કરતા રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...