તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામ મંદિર સમર્પણ નિધિ અભિયાન:વહેલાલમાં રામમંદિર નિર્માણ માટે ઘેર ઘેરથી દાન મળી રહ્યું છે

વહેલાલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દસક્રોઈના વહેલાલમાં ઘેર ઘેરથી લોકો હોંશે હોંશે યથા શકિત દાન આપી રહ્યા છે. વહેલાલમાં રામ સેવકો ઘેર ઘેર જઈ જય શ્રીરામના નારા સાથે રામ સેતુ બનાવવા નાનકડી ખિસકોલીએ યોગદાન આપેલું તેજ રીતે વર્ષો પછી અયોધ્યામાં મંદિર નિર્માણમાં આપણે રામ ભક્ત સેવક તરીકે યથા શકિત ફાળો આપીએ કહે છે અને રામ ભક્તો ગ્રામજનો હોંશે હોંશે યથા શકિત દાન આપી રહ્યા છે.

તો ઘણા પરિવારમાં પતિ, પિતા કામ પર ગયા છે ઘેર નથી આવે પછી આપીશું કહી દાન આપવા આશ્વાસન આપે છે પણ ના પાડતા નથી. તો ઘણા લોકો ઓનલાઇન દાન આપી દીધું છે કહી ઓનલાઇન ચૂકવણીની પ્રુફ બતાવે છે. તો ઘણા એવાપણ કિસ્સા સાંભળવા મળ્યા કે અમારી ઓફીસ ,ફેકટરીમાં દરેક પાસેથી દાન ઉઘરાવી લેવાયું છે.

વહેલાલ ગામમાં સતત બે દિવસ ચાલેલા રામ સમર્પણ નિધિ અભિયાનમાં ખેડૂતો, પકોડીવાળા,શાકભાજી,કીટલીવાળા,સામાન્ય ગ્રામજનો,કરીયાણા દુકાન,મંદિરો,માંથી દાન મળ્યું છે. દાન આપવામાં દસક્રોઇ પંથકવાસીઓ ઉત્સાહ બતાવી રહ્યા છે.

દાનમાં આપ્યા
એક ખેડૂતે 25 હજાર રોકડા આપ્યા તો ,સમાજસેવીએ 51 હજારનો ચેક આપ્યો,સરપંચ 11 હજારનો ચેક આપ્યો હતો. તો સદસ્યો,તાલુકા સદસ્યો,શિક્ષિકાઓ પણ હોંશે હોંશે દાન કરી રહ્યા છે.દાન આપનારને રસીદ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો