મંજૂરી પત્ર:દસક્રોઈ સહિત જિલ્લામાં ગ્રામસેવકો દ્વારા ખેડૂતોને મંજૂરી પત્રનું વિતરણ

વહેલાલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ખેડૂતોને મફત ડ્રમ અને ટોકર આપવાની યોજના અંતર્ગત
  • 60 દિવસમાં બિલ મૂક્યા બાદ સહાયની 2000 રકમ ખાતામાં જમા મળશે

મફત રેવડી કલ્ચર હટાવવાની કે ચૂંટણીમાં સરકારી તંત્ર ની વ્યસ્તતા કે પછી આચારસંહિતાની અસરગણો ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ મફત આપવાની યોજનામાં ખેડૂત અરજદારોને ડ્રમ અને ટોકર નહિ મળે પરંતુ ખેડૂતે જાતે ખરીદીને જીએસટી વાળું બીલ મૂકતા બે હજારની સહાય ખાતામાં જમા મળશે.જોકે ખેડૂતને જાતે ખરીદવા જતા ભાડાનો વધારાનો ખર્ચ ખિસ્સાનો આવશે.

ચૂંટણીના માહોલ વચ્ચે ગ્રામ સેવકો મારફતે ગામડે ગામડે પૂર્વ મંજૂરી ના ઓર્ડર ખેડૂતોને આપી રહયા છે આ ઓર્ડર પત્ર મુજબ ખેડૂતોને હવે ડ્રમ અને ટોકર નહિ મળે પરંતુ ખેડૂતોએ મંજૂરી પત્ર મળ્યાના 60 દિવસમાં જાતેજ ડ્રમ અને બે ટોકર ખરીદી જીએસટી વાળું બીલ અને બેક ખાતાની વિગતો ગ્રામ સેવકને આપવાની રહેશે બાદમાં 2000 ની મર્યાદામાં સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે.

આમ ખેડૂતોને સરકારજ 1 ડ્રમ અને 2 ટોકર મફત આપવાની હતી તેને બદલે જાતેજ ખરીદી બીલ મૂકી રકમ મેળવવાની હોવાથી ખેડૂતોને પહેલા ખિસ્સાના પૈસા ખર્ચવા પડશે,પોતાનો સમય બગાડી ભાડુ ખર્ચી લાવવું પડશે બીલ મુક્યા બાદ નાણાં આવે તેની રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...