તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન:કાળી ચૌદસે ભરકુંડા હનુમાન મંદિરે ભક્તો ઉમટ્યા

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના તહેવારો ઉલ્લાસપૂર્વક આગળ ધપી રહ્યા છે. વાઘ બારશ-ધન તેરસની આસૃથા-ઉલ્લાસપૂર્વક ઉજવણી બાદ હવે શનિવારે કાળી ચૌદશ હોવાથી કાળી ચૌદશ અને શનિવારનો ઉત્તમ સંયોગ સર્જાતા દસક્રોઈ ના વહેલાલથી એક કિમિ દૂર ભરકુંડા તેમજ વહેલાલ મહાકાળી મંદિરે દર્શનાર્થીઓ દર્શન પૂજન માટે ઉમટી પડ્યા હતા. કાળી ચૌદશના હનુમાનજી-શનિ મહારાજ, મહાકાળી, ક્ષેત્રપાળ-ભૈરવની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે. કાળી ચૌદશે ભરકુંડા હનુમાનજીના મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

શાસ્ત્રવિદોના મતે કાળી ચૌદશે શક્તિના કાળી રૂપને પૂજવામાં આવે છે તેમજ આ દિવસ તંત્ર-મંત્રની ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે. જેને ધ્યાનમાં લઈ વહેલાલ મહાકાળી મંદિરે દર્શનાર્થીઓ દર્શન પૂજન માટે આવ્યા હતા. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કકળાટ કાઢે છે. આજના દિવસે કરેલી મંત્ર-તંત્રની પૂજામાં ઘણી શક્તિ છે અને તેનાથી વ્યક્તિમાં આંતરિક શક્તિનો સંચાર થાય છે. અનેક લોકો દ્વારા આંખમાં આંજણ લગાવવામાં આવે છે. આ પાછળની માન્યતા એવી છે કે કાળી ચૌદશે આંખમાં આંજણ લગાડનારી વ્યક્તિ આખા વર્ષ દરમિયાન કોઇનાથી છેતરાતો નથી. કાળી ચૌદશ-શનિવારનો સંયોગ તંત્ર ઉપાસકો માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે મંત્રસિદ્ધિ, યંત્રસિદ્ધિની સાધના થાય છે. કાળી વસ્તુ અને કાળા વસ્ત્રનું દાન આ દિવસે ઉત્તમ ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો