તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:વહેલાલના બળિયાદેવ મંદિરે ભાવિકો ટાઢું ખાવા જાય છે

વહેલાલ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાગણ અને ચૈત્રમાં ઠાકોર-રાવળ સમાજની મહિલાઓ, પુરુષો પરંપરાગત લીમડાથી સજાવેલા ગરબા મૂકી જાય છે

બળિયાદેવનો જન્મ દ્રાપર યુગમાં થયો હતો. તેવા બળિયાદેવનું મંદિર વહેલાલમાં પણ આવેલું છે. ફાગણ ચૈત્ર માસમાં ઘેરથી ટાઢું ભોજન લઈ જઈ બળિયાદેવ મંદિરે પ્રસાદ ધરાવી, દર્શન કરી પાથરણા પર પ્રસાદરૂપી ટાઢું ભોજન કરે છે.

બળિયાદેવનું મંદિર દસક્રોઈના વહેલાલ ગામની સીમમાં વર્ષો પુરાણું વર્ષો પુરાણી આંબલીના ઘટાદાર વૃક્ષ નીચે આવેલુ છે. આજની તારીખમાં પણ વહેલાલ ગામના દરેક જ્ઞાતિ જાતિના યુવા બાળ મોટેરા સૌ કોઈ વર્ષમાં એકવાર અલગ અલગ શેરી ફળીના સમૂહમાં ખાસ કરીને ફાગણ ચૈત્ર માસમાં ઘેરથી ટાઢું ભોજન લઈ જઈ બળિયાદેવ મંદિરે પ્રસાદ ધરાવી, દર્શન કરી આંબલી નીચે છાયામાં એક પાથરણા પર પ્રસાદરૂપી ટાઢું ભોજન કરે છે. તો ગામના ઠાકોર રાવળ સમાજના શ્રદ્ધાળુઓ વાજતેગાજતે ઢોલ નગારા, અબીલ ગુલાલ ઉડાડતા ઉડાડતા, દરેક મહિલાઓ માથે લીમડાથી સજાવેલા માટીના અથવા સ્ટીલના ગરબા સાથે પ્રસાદરૂપી ટોઠા-બુંદીનો પ્રસાદ લઈ બળિયાદેવ મંદિરે માથું ટેકવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો