વિરોધ:બારેજામાં મીડિયાકર્મી અર્નબની અટકાયતના વિરોધમાં VHP દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવો

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિપબ્લિકન ભારત ન્યુઝ ચેનલના ચીફ એડિટર અર્બન ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસની અટકાયતના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરોએ ઉદ્રવ ઠાકરે હાય હાય, ભારત માતા કી જય, જય શ્રીરામ, ભારતકો બચાના હૈ અર્નબકો છુડાના હૈ ના નારા અને બેનરો સાથે બારેજા નગરપાલિકામા દેખાવો કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે રિપબ્લિકન ભારત ન્યૂઝ ચેનલ ના એડિટર અર્નબ ગોસ્વામી હંમેશા હિન્દુત્વ ની વાત હોય, સનાતન ધર્મ ની વાત હોય ,પાલઘર માં થયેલ સાધુઓ ની હત્યા હોય કે સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ ની વાત હોય આ દરેક વિષય ઉપર ની સાચી માહિતી કોઈ પણ જાત ના દબાણ વગર રિપબ્લિકન ન્યૂઝ ચેનલ પર મીડિયા ના માધ્યમ થી લોકો સુધી પહોંચવાડનું કામ કર્યું છે, તેના બદલામાં મહારાષ્ટ્ની ઉદ્ધવ સરકાર દ્વારા ખોટા કેસમાં ફસાવી ને જેલમાં ધકેલી દીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...