વિરોધ:દસક્રોઈ તાલુકા કોંગ્રેસ દ્વારા બારેજા પેટ્રોલ પંપ પર દેખાવો

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દસક્રોઈ કોંગ્રેસે બારેજા પેટ્રોલ પંપ પર દેખાવો કર્યા . - Divya Bhaskar
દસક્રોઈ કોંગ્રેસે બારેજા પેટ્રોલ પંપ પર દેખાવો કર્યા .
  • પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાના વિરોધમાં
  • ‘ભાજપ સત્તામાં મસ્ત ભાવવધારાથી જનતા ત્રસ્ત’ ના સૂત્રોચ્ચાર

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે દસક્રોઈ કોંગ્રેસ દ્વારા શુક્રવારે સવારે બારેજામાં પેટ્રોલ પંપ પર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિરોધ પ્રદર્શન થયુ હતું. જેમાં દસક્રોઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર,જયરામભાઈ દેસાઈ, બળવંતસિંહ બીહોલ, શિવાજી ઠાકોર, અજીતસિંહ ઝાલા સહિત કાર્યકરોએ ભાજપ સત્તામાં મસ્ત ભાવ વધારાથી જનતા ત્રસ્ત જેવા સૂત્રોના સાઈન બોર્ડ સાથે બારેજા પેટ્રોલ પંપ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

આ અંગે દસક્રોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે કહ્યું કે,‘ કોરોના વચ્ચે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાથી પ્રજાજનો જ્યારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્ર સાથે છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 માસમાં 43 વખત ભાવ વધારો થતા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચનાનુસાર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...