રજુઆત:બારેજાથી મણિનગર સુધી એ.એમ.ટી.એસ રૂટ શરૂ કરવા માગણી

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારેજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન પટેલે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના મેનેજર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિટી ચેરમેનને પત્ર લખીને બારેજા થી મણિનગર વચ્ચે નવો એ.એમ.ટી.એસ રૂટ શરૂ કરવા રજુઆત કરી છે. તેમણે આ અંગે રજુઆત કરતા જણાવ્યું છે કે અત્યારે લાલદરવાજા થી બારેજા અંધજન મંડળ સુધી એએમટીએસ ચાલુ છે.

પરંતુ 40 હજાર ઉપરાંતની વસતી ધરાવતા બારેજા નગરપાલિકા, તેમજ અસલાલી, જેતલપુર,નાઝ સહિતના ગામોના હજારો નાગરિકો નોકરી ,ધંધા,વ્યવસાય તેમજ અભ્યાસ માટેમણિનગર, ઓઢવ, નરોડા, કઠવાડા, વસ્ત્રાલ, વટવા, ઇસનપુર, બાકરોલ, કુબડથલ જેવા વેપાર ધંધા ,ઔધોગિક શૈક્ષણિક વિસ્તારોમાં અપડાઉન કરતા હોય છે તેઓએ ફરજીયાત પણે નારોલ થઈ શટલીયા રીક્ષામા ઉંચા ભાડા ખર્ચી, સમય બરબાદ કરી જવું પડે છે.

બારેજામા મોટી આંખની હોસ્પિટલ છે જ્યાં રોજબરોજ સેંકડો દર્દીઓ અમદાવાદ સહિત મણિનગર આસપાસના વિસ્તારમાથી આવે છે તેઓની સુવિધા માટે તેમજ બારેજા પાસે કનેરામા અમદાવાદ શહેર મણિનગર આસપાસથી વિધાર્થીઓ ભણવા આવે છે તેઓની સુવિધા માટે મણિનગરથી બારેજા સુધી રૂટ કરવા નવો એ.એમ.ટી.એસ રૂટ શરૂ કરવા પ્રમુખ હેતલબેન પટેલે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...