તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:વહેલાલ ગ્રામ પંચાયતમાં લેન્ડ રેકર્ડ સાથે આધાર સિડિંગ કરવા ગ્રામજનોની માગણી

વહેલાલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી વ્યક્તિ, આધાર કાર્ડ રજૂ કરી 15 વીઘા જમીન વેચાયા બાદ
  • મહેસૂલ વિભાગના 2018 ના પરિપત્ર મુજબ આધાર ફીડિંગ કરાવવાની કામગીરી માટે જે તે ખાતેદારે કાર્ડ સાથે VCE પાસે રૂબરૂ જવાનું હોય છે

વહેલાલમાં બનાવટી વ્યકિત, બનાવટી આધારકાર્ડને આધારે ભૂમાફિયાઓએ 15 વિઘા જમીન વેચી માર્યા બાદ, વહેલાલ પંચાયતમાં મહેસુલ વિભાગના 2018 ના પરિપત્ર મુજબ ખાતેદારોના આધાર સીડીગ કરવા માગ ઉઠી છે. વહેલાલ, ઝાણુ પંચાયતમાં તપાસ કરતા વીસીઈએ જણાવ્યુકે સોફ્ટવેરમા આધાર સીડીગ ઓપશન NIC માથી બ્લોક કરેલ છે. ઉચ્ચકક્ષાએથી અમલ થયો નથી.

આ અંગે વહેલાલ સિવાયના ગામોમાં તપાસ કરતા એકપણ ગામમાં 2018માં મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ ખેડૂત ખાતેદારોના આધાર સીડીગ થયા જ નથી. 2018 મા મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE ગ્રામ પંચાયત કમ્પ્યુટર સાહસિક ખાતેદારોના આધાર સીડીગ કરવા પરિપત્ર અપાયા હતા જે મુજબ ખાતેદારોએ ગ્રામ પંચાયતના VCE પાસે જવાનું જ્યાં વીસીઈ આધાર નમ્બરને આધારે ,આધારકાર્ડ બનાવતા લેવામાં આવેલ થમ્બ તેમજ આઈ વિટનેસની ચકાસણી કરી ખાતેદારના નામની સાથે આધાર નમ્બર દાખલ કરવાનો હોય છે.

બાદ માં હું મારો આધારકાર્ડ નમ્બર વિગતો લેન્ડ રેકર્ડ ઇ ધરામાં રાખવા સંમતિ આપું છું તે અંગે સહી કરી સંમતિ આપવાની છે .આ અંગે એક રસીદ મળશે.પરંતુ આ સિસ્ટમ કાર્યરત નથી. તાજેતરમાં વહેલાલના મૃતક ખેડૂતની જમીન બનાવટી વ્યકિતએ બનાવટી આધારકાર્ડ રજૂ કરી 15 વિઘા જમીન વેચી મારી જેમાં બનાવટી વ્યકિતએ પોતાના આધારકાર્ડ સાથે ચેડાકરી જશુભાઈ અંબાલાલ પટેલનું નામ લખી જમીન વેચી મારી.જો ખાતેદારનું આધાર ફિડીગ થયું હોત તેમજ રજિસ્ટ્રાર સમક્ષજ આધારકાર્ડ વેરિફિકેશન થયું હોત તો જમીન વેચી મારત જ નહિ.

ખેડૂતોનું કહેવું છે વેચાણ દસ્તાવેજ પ્રક્રિયામાં જે ખાતેદાર રજિસ્ટર સમક્ષ હાજર રહે તે વ્યકિતના આધારકાર્ડના થમ્બ, આઇ વિટનેસ ઓનલાઇન ક્રોસ વેરીફીકેશન કરવાની સિસ્ટમ શરૂ કરવી જોઈએ. જેથી કોઇ પણ વ્યક્તિ જમીન બારોબાર વેચી શકે નહીં અને જમીનને લઇ છેતરપિંડીની ઘટના બનતી અટકાવી શકાય. જેથી પંથકના ખેડૂતોએ સિડિંગ કરવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...