ગુજરાતની રૂપાણી સરકારને પાચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ તેમજ વતન પ્રેમ યોજનાનો પ્રારંભ કરાયો જે અંતર્ગત વહેલાલમા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.વહેલાલ બ્રહ્માણી મંદિરના પટાંગણમાં સ્ક્રીન પર કાર્યક્રમમાં ભુવાલડી જિલ્લા સીટના સદસ્ય જનકભાઈ થસ્કોર,વહેલાલ સીટના તાલુકા સદસ્ય ઉમેશભાઈ પટેલ, સરપંચ અરવિંદભાઈ પટેલ, ભાજપ અને આરએસએસના કાર્યકર કૌશિકભાઈ પટેલ,આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત હતા.આ પ્રસંગે લોકોએ ઉપસ્થિત રહી ઓનલાઈન સ્ક્રીન પર લોકાર્પણ વિધિ માણી હતી.
લોકાર્પણ વિધિ હેઠળ વહેલાલ ઇન્દીરાનગરમા આવાસનું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરાયુુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતેથી વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને આરંભ કરાવ્યો હતો. ‘વતનપ્રેમ’ યોજનાનો આરંભ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ, 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમુહૂર્ત ઉપરાંત આઇટીઆઇના 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.