લોકાર્પણ:બિલાસિયામાં 14 લાખના ખર્ચે બનેલા પંચાયત ઘરનું લોકાર્પણ

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલાસિયા પાસે એક વર્ષથી બનતા માર્ગનું કામ ઝડપથી પૂરું કરાવવા ધારાસભ્ય સમક્ષ લોકોની માગ

કોરોના મહામારીમાં પ્રજાની વચ્ચે ન ફરકેલા નેતાઓ હવે બીજી લહેર હળવી થતા છૂટછાટ અપાતાજ પ્રજાની વચ્ચે આવી લોકાર્પણ વિધિના કાર્યક્રમની શરૂઆત કરવા લાગ્યા છે જેનો અહેસાસ દસક્રોઈ તાલુકાના બીલાસિયા ગામમાં નવા પંચાયત ઘરના લોકાર્પણ વિધિમાં દસક્રોઈ ધારાસભ્યની હાજરી પરથી થયો.

દસક્રોઈના બીલાસિયા ગામમાં દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલના હસ્તે 14 લાખના ખર્ચે નવા બનેલા પંચાયત ઘરના મકાનનું રીબીન કાપીને લોકાર્પણ કર્યું છે.આ પ્રસંગે બીલાસિયા વહેલાલ તાલુકા સીટના સદસ્ય ઉમેશભાઈ ગોરધનભાઈ પટેલ સહિત તાલુકા બીજેપીના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહેલ.

નવા બનેલા બે માળના પંચાયત ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તલાટી,સરપંચ નો અલગ અલગ રૂમ છે તેમજ વીસીઈ ગ્રામ્ય કમ્પ્યુટર ઓપરેટર માટે અલગથી હોલ બનાવવામાં આવ્યો છે.તો બીજા માળે કોઈપણ ખંડ નથી માત્ર વિશાળ હોલ બનાવાયો છે. ગ્રામ પંચાયતના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલ દસક્રોઈ ધારાસભ્ય ,તેમજ વહેલાલ સીટના તાલુકા સદસ્ય સમક્ષ છેલ્લા એક વર્ષથી વહેલાલ થી બીલાસિયા પાસેના કઠવાડા 7 કિમીમાં પહોળા બની રહેલા રોડ પરનું ડામર કામજ બાકી છે તે સત્વરે પૂર્ણ કરાવવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...