ભાસ્કર ઇમ્પેક્ટ:ડીડીઓ અને ટીડીઓ નવરંગપુરા દોડી આવ્યા: 110 જેટલા ઇ કાર્ડ ઇસ્યુ કરાયા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇ શ્રમ કાર્ડને વેગ અપાવવા અમદાવાદ જિલ્લા ડીડીઓ અને ટીડીઓએ  લોકોને સમજાવવાનું શરૂ કર્યું. - Divya Bhaskar
ઇ શ્રમ કાર્ડને વેગ અપાવવા અમદાવાદ જિલ્લા ડીડીઓ અને ટીડીઓએ લોકોને સમજાવવાનું શરૂ કર્યું.
  • ઇ શ્રમ કાર્ડને વેગ અપાવવાની કામગીરી શરૂ કરાવવામાં આવી
  • આધારકાર્ડ​​​​​​​ સાથે મોબાઈલ લિંક નથી તેમજ ઇ શ્રમ પોર્ટલ સર્વર ડાઉન થતાં નાગરિકોને ધક્કા : ગામેગામ કેમ્પ શરૂ કરવા માગ

‘દસક્રોઈ સહિત જિલ્લામાં ઇ શ્રમ બનાવવા લોકો આવતાજ નથી’ ના મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલ સમાચાર બાદ વધુ ને વધુ લોકો ઇ શ્રમ કાર્ડ મેળવી બે લાખનો મફત વીમો લે એવા ઉદેશથી ગ્રામજનોને પ્રોત્સાહન આપવા ડીડીઓ અને દસક્રોઈ ટીડીઓએ સ્વંય ગામડાઓમાં જઈ સમજાવવાનું શરૂ કર્યુ. સમરસ નવરંગપુરા ગામમાં લોકોને સમજાવતા લોકોએ ઇ શ્રમ કાર્ડ મેળવવા લાઈન લગાડતા 4 વીસીઈ કામે લગાડવા પડતા એકજ દિવસમાં 150 થી વધુ લોકોએ ઇ શ્રમ કાર્ડ મેળવ્યા છે.

દસક્રોઈ સહિત જિલ્લામાં ઇ શ્રમ કાર્ડ બનાવવા લોકો આવતાજ નથી તેવો ગાંધીનગર ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. અહેવાલ બાદ ઘણા લાભાર્થીઓએ જણાવ્યું કે અનેક લોકોના આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક નથી તો ઘણા અપડેટ કરવાના છે મોબાઈલ લિંક કરવા ગામેગામ સેન્ટરો નથી.ભાડાઓ ખર્ચી સમય બગાડી એપોઇન્ટમેન્ટ લઈ શહેર સુધી જવું પડે છે આથી લોકો મોબાઈલ લિંક કરાવવા જતા નથી.તો ઇ સેવા પોર્ટલ સર્વર ડાઉન હોવાથી નાગરિકોને ધક્કા ખાવા પડે છે એટલે ઇ શ્રમ કાર્ડ મેળવવા લોકોમાં નિરસતા જોવા મળે છે.

તો પીરાણા ગામમાં લોકો કાર્ડ કઢાવવા જાય છે પરંતુ નેટનો વાયર વીસીઈ કાઢી નાખે છે અને લોકોને કહે છે નેટ નથી આથી લોકો ધક્કા ખાઈ પાછા જાય છે. ઇ શ્રમ કાર્ડ માટે આધાર સાથે મોબાઈલ લિંક જરૂરી પરંતુ જેઓના મોબાઈલ લિંક નથી તેવા આધાર ધારકોએ એપોઇન્ટમેન્ટ લઈ શહેરના આધાર સેન્ટરમાં જવું પડે છે. જો ગામેગામ આધાર અપડેટ સેન્ટરના કેમ્પ કે સેન્ટર ખોલાય તો દરેક યોજના માટે આધારકાર્ડ ઉપયોગી બને.

અન્ય સમાચારો પણ છે...