ચૂંટણી:દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલને સતત 5મી ટર્મ માટે ટિકિટ મળી

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 74 વર્ષીય ધારાસભ્ય 4 ટર્મમાં વિજેતા રહ્યા છે પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ પણ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં 2017 ના 85 ધારાસભ્યને રિપીટ કરાયા છે.જેમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલને પણ ટિકિટ આપવામાં આવી છે.બાબુભાઇ જમનાદાસ પટેલ હાલના સીટીંગ ધારાસભ્ય છે અને તેઓને સતત પાચમી ટર્મ માટે ટિકિટ મળતા કાર્યકરો ઉત્સાહમા આવી ગયા છે. બાબુભાઇ પટેલ બે દાયકાથી દસક્રોઈના ધારાસભ્ય છે. સતત 5 મી વાર દસક્રોઈ ધારાસભ્ય માટે ટિકિટ અપાઈ છે. છેલ્લી ચાર ટર્મથી બાબુભાઇ જીતતા આવ્યા છે.

2002 મા બાબુભાઇ જમનાદાસ પટેલને 94687 જ્યારે નજીકના કોંગ્રેસના હરીફ માધુભાઈ સોમાભાઈ ઠાકોરને 66488, 2007 મા બાબુભાઇ જમનાદાસ પટેલને 102356 જ્યારે નજીકના હરીફ કોંગ્રેસ પાર્ટીના માધુભાઈ સોમાભાઈ ઠાકોરને 79014, 2012 મા બાબુભાઇ જમનાદાસ પટેલને 95813જ્યારે નજીકના હરીફ કોંગ્રેસ પાર્ટીના લક્ષ્મણ બારૈયાને 58180, 2017 મા બાબુભાઇ જમનાદાસ પટેલને 127432 જ્યારે નજીકના હરીફ કોંગ્રેસના પંકજ પટેલ 82367 મત મળ્યા હતા. બાબુભાઇ પટેલ દસક્રોઈના ધારાસભ્ય ઉપરાંત જાન્યુઆરી 2022 મા શ્રી ઉમિયા મહેસાણા જિલ્લાના ઊંઝામાં ઉમિયા માતાના મંદિરની બાબતોનું સંચાલન કરતા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...