દસક્રોઈ તાલુકા મામલતદાર કચેરી વસ્ત્રાલ વહીવટીતંત્ર દ્વારા “ ઉત્કર્ષ પહેલ “ હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત તારીખ 23 થી 25 “ ઉત્કર્ષ પહેલ “ યોજના અંતર્ગત વૃદ્ધાઓ માટેની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને શોધી ગ્રામ પંચાયત કચેરી માથીજ લાભ અપાઈ રહ્યો છે. દસક્રોઈ મામલતદાર અક્ષયભાઈ વ્યાસે જણાવ્યું કે રાજ્ય સરકારની “ ઉત્કર્ષ પહેલ “ યોજના હેઠળ તાલુકા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધ,વિધવાઓને લગતી યોજનાનો 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા અને વૃધોને તકલીફ ના પડે તે રીતે આયોજન કરાયું છે.
આ અંતર્ગત 23થી 25 મે સુધી ખાસ ઝુબેશ શરૂ કરાઇ છે. એકજ દિવસમાં અમને કુલ 446 અરજીઓ મળી છે. વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે ગામમાં જઈ જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લક્ષિત લાભાર્થીઓ ને ઘેર બેઠા જ યોજનાનો લાભ મળી શકે . દરેક ગામમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા વોર્ડ માં ફરી ફરી,સરપંચ વોર્ડ સદસ્ય ,આશાવર્કરો પાસેથી વૃદ્ધાઓ ,વિધવાઓની પરિવારદીઠ યાદી તૈયાર કરાય છે.
યાદી મુજબ તલાટીઓ પ્રત્યક્ષ લાભાર્થીને મળી અથવા મેસેજ આપી યોજનાઓનો લાભ લેવા ,મામલતદાર કચેરીએ ગયા વગર ગ્રામ પંચાયત કચેરીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવે એવું સમજાવી યોજનાનો લાભ અપાય છે. ઉત્કર્ષ પહેલ યોજનાથી લાભાર્થી મામલતદાર કચેરીએ ડોક્યુમેન્ટ સાથે આવે તો વૃદ્ધ વિધવાઓને સમય ભાડુ ખર્ચાય નહિ અને શારીરિક તકલીફ પડે નહીં તે માટે ગ્રામ પંચાયત ઘરમાંજ તલાટીઓ કામગીરી કરી ડોક્યુમેન્ટ મામલતદાર કચેરી સુધી પહોંચાડી લાભ અપાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.