હાલાકી:કોરોનાથી મૃત્યુનાં સર્ટિફિકેટ લેવા ગયેલા લોકોને ધક્કા

વહેલાલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થતાં વહેલાલ કચેરીએ અરજદારો દોડી ગયા

કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાનાં સર્ટિફિકેટ આપવા કામગીરી 15 નવેમ્બરથી શરૂ થશે એવી વાત સોશિયલ મીડિયામાં ફરતી થતાં વહેલાલના લોકો જન્મ-મરણ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા પરંતુ તલાટીઓ અને અધિકારીઓએ આવી કોઈ કામગીરી શરૂ ન થઈ હોવાનું કહેતાં લોકોને ધક્કો પડ્યો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારીઓને પૂછતાં સૂચક મૌન ધારણ કર્યું છે.આ માટે ગ્રામ્ય કક્ષાએ જન્મ મરણ રજિસ્ટ્રાર અને તલાટી કારણ સાથેનું સર્ટિફિકેટ આપશે, એવું જણાવાયું છે પરંતુ દસક્રોઈના અલગ ગામના તલાટીઓનો સંપર્ક કરતાં કોઈ જાણકારી મળી નથી આ અંગે તલાટીઓ અજાણ છે .

વસ્ત્રાલ સહિત શહેરના અરજદારોએ તપાસ કરતા આવોજ અનુભવ થયો છે.આ અંગે ગુજરાત સરકારની આરોગ્ય અને કલ્યાણ વિભાગની વેબસાઈટના સરક્યુલર 2021 મા તપાસ કરતા 20 સપ્ટેમ્બર 2021 પછી કોઈજ સર્ક્યુલર જોવા મળતો નથી. જ્યારે સોસીયલ મીડિયામા ફરતા થયેલ સરક્યુલર નંબર 102021/1009/બ1 તારીખ 29 ઓક્ટોમ્બર 2021 નો જોવા મળે છે. તે તારીખ પણ રબર સ્ટેમ્પથી મારી છે.

અન્ય સમાચારો પણ છે...