તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત કચેરીનું રટણ:ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદો

વહેલાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 દિવસમાં અહેવાલ કમિટી સમક્ષ રજૂ કરી સ્ટેટ્સ જણાવવાનું હોય છે
  • વહેલાલના અરજદારને 150 દિવસ બાદ કાર્યવાહીનું સ્ટેટ્સ જાણવા ધક્કા: ‘પત્ર ઘેર આવશે’નું કલેકટર, પ્રાંત કચેરીનું રટણ

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ મુજબ કરેલી અરજીઓનું દિવસો મહિનાઓ વિતવા છતાં પણ અરજદારને કાર્યવાહીનું સ્ટેટસ જાણમાં ન મળતું હોવાની રાવ ઉઠવા પામી છે.ખાસ કરીને કાયદાના અમલની શરૂઆતમાં મેન્યુઅલી અરજી કરેલ અરજદારોની અરજીનું સ્ટેટ્સ જાણી શકાતું નથી.બે હજાર ફી લેવા છતાં પત્રવ્યવહારથી સ્ટેટ્સ જણાવાતું નથી.

વહેલાલ ગામના અરજદારે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ 16 ફેબ્રુઆરી 2020 ના રોજ પુરાવા, બે હજાર ફી ભર્યાંના ચલણ સાથે અરજી અમદાવાદ જિલ્લા કલેકટરમાં સબમિટ કરાવી હતી.પરંતુ 150 દિવસ વીતવા છતાં અરજદારની અરજી પર કોઈ કાર્યવાહી થઈ છે કે નહિ, કાર્યવાહી ક્યાં સ્ટેજમાં પહોંચી તે સ્ટેટ્સ જાણવા કલેકટર અને પ્રાંત કચેરીના ધક્કા ખાવા પડે છે અને ત્યાં ગયા પછી મૌખિકમાં એકજ જવાબ મળે છે કે તમારા ઘેર પત્ર આવશે પરંતુ 150 દિવસો વીતવા છતા પત્ર મળ્યો નથી.

લેન્ડ ગ્રેબીગ એકટ મુજબ હાલ ઓનલાઈન અરજી કરવાની હોવાથી સ્ટેટ્સ ઓનલાઈન જોઈ શકાય છે. પરંતુ કાયદાના અમલની શરૂઆતમાં ઓફલાઇન મેન્યુઅલી અરજી કલેકટર કચેરીએ રજૂ કરવાની હોવાથી વહેલાલ ના અરજદારે મેન્યુઅલી અરજી 16 ફેબ્રુઆરી 2020 ના રોજ પુરાવાઓ સાથે આપેલી અરજદારને આજદિન સુધી કોઈ પત્ર કલેકટર કચેરી તરફથી લેખિતમાં કોઈ જવાબ મળતો નથી લેન્ડ ગ્રેબીગ પ્રોહીબિશન એકટ 2020 મુજબ અરજદાર બે હજાર ફી ભરી પુરાવા સાથે અરજી કલેકટર કચેરીએ આપે બાદમાં કલેકટર દ્વારા તેની તપાસ સંબંધિત કાર્યક્ષેત્ર ધરાવતા પ્રાંત અધિકારીને મોકલી પાચ દિવસમાં અહેવાલ આપવા જણાવાય છે .

અન્ય સમાચારો પણ છે...