ફરિયાદ:બાકરોલની કંપની જીંદાલ સ્ટિલના ખોટા માર્કા વાળી પાઇપો વેચતા ફરિયાદ

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગદંબા ફર્મના માલિકો સામે કણભા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ

બાકરોલમાં આવેલી જગદંબા ફર્મ એ જીંદાલ સ્ટેઈંલનેસ સ્ટીલ ના ટ્રેડ માર્ક સાથેની સ્ટેઈંલનેસ પાઇપો બનાવી વેચાણ કરતા જીંદાલ સ્ટેઇલનેસ સ્ટીલ ઘ્વારા જગદંબા ફર્મના માલિકો સામે કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

જીંદાલ સ્ટેઇલનેસ સ્ટીલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનય એમ શર્મા એ જગદંબા ફર્મ સામે દાખલ કરેલ ફરિયાદ મુજબ કંપનીના માર્કેટિંગ વિભાગના ધ્યાન પર આવેલ કે અમદાવાદ નજીક બાકરોલમાં આવેલ જગદંબા ફર્મ સ્ટેઈલનેસ સ્ટીલની જીંદાલ સ્ટીલ જેવી નકલી પાઇપ બનાવી તેના ઉપર જીંદાલ સ્ટેઇલનેસ સ્ટીલ કંપની નો ટ્રેડમાર્ક છાપી બજારમાં વેચાણ કરે છે.

જીંદાલ સ્ટીલ કંપનીએ તપાસ કરતા બાકરોલ મા સુંદરિયા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં શેડ નંબર બી 27 મા આવેલ જગદંબા ફર્મના બે માલિકો પ્રભાતસિંગ તેમજ વરિંગરામ પાઇપો બનાવી જીંદાલ સ્ટીલ ની છાપ લગાવી વેચે છે.આથી જીંદાલ સ્ટેઇલનેસ સ્ટીલે કંપનીની પરવાનગી વગર ટ્રેડમાર્કનો ઉપયોગ કરી જગદંબા ફર્મ એ નકલી પાઇપો બનાવી બજારમાં વેચી જીંદાલ સ્ટેઇલનેસ સ્ટીલની છબી ખરાબ કરવા બદલ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...