રજૂઆત:કુહા ગામમા જમીનના ખોટા દસ્તાવેજોથી દુરસ્તીની નોંધ પડાવનાર 4 સામે ફરિયાદ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 અધિકારી સામે પણ કાર્યવાહી કરવા અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી

કુહાની સીમના સર્વે નંબરની જમીન હિસ્સા દુરસ્તી કરાવવા બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખોટા દસ્તાવેજો રજૂ કરી હિસ્સા દુરસ્તીની નોંધ પડાવી ગુનો કરનાર 4 ઈસમ વિરુદ્ધ દસક્રોઈ મામલતદાર અક્ષર વ્યાસે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.અરજદારે મુખ્યમંત્રીને પત્ર લખી ખોટા દસ્તાવેજી પુરાવા સ્વીકારી નોંધ પાડનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા અરજ કરી છે.

કુહા ગામના સર્વે નંબર 1452 ની જમીન અરજદાર ઉદાજી આત્મારામ બારૈયા તેમજ અન્ય ખેડૂતોની સંયુક્ત માલિકીની હતી જેમાંથી તેઓના કૌટુંબીક ફોઈ બબીબેન હીરાજી એ પોતાના ભાગની જગ્યા 4 ઈસમ રમણલાલ બાબુલાલ ગોરસીયા, નટવરદાન મેકરણદાન ગઢવી,નરેન્દ્રભાઈ મનજીભાઈ કાકડીયા, તેમજ બલકુભાઈ ભીમભાઈ ને વેચાણ દસ્તાવેજથી 2008 મા વેચાણ આપેલો.

આ ઈસમોએ ખરીદેલી જમીનના હિસ્સામાં દુરસ્તી કરાવવા રમણભાઈ ગોરસિયાએ 2014 મા ડી.આઈ.એલ.આરમાં અરજી કરી .ડી.આઈ.એલ.આર ના હુકમ મુજબ બે અલગ અલગ ક્ષેત્રફળના બે બ્લોક બનાવાયેલ અને 2015માં ગામના નમૂના નંબર 6 મા નોંધ પડાઈ હતી આ નોંધના કાગળો જોતા 135 ડી ની નોટિસમાં 51 ખાતેદારો પૈકી માત્ર 4 ખાતેદારોએ સહી કરેલ.

આ નોંધ સર્કલ ઓફિસર કઠવાડાએ પ્રમાણિત કરી છે. આમ દસક્રોઈ મામલદાર અક્ષર વ્યાસે બનાવટી અને ખોટા દસ્તાવેજોને આધારે દુરસ્તીની નોંધ પડાવનાર રમણલાલ બાબુલાલ ગોરસીયા, નટવરદાન મેકરણદાન ગઢવી, નરેન્દ્રભાઈ મનજીભાઈ કાકડીયા, બલકુભાઈ ભીમભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે પગલાં ભરવા સીએમને પત્ર લખાયો
અરજદારે ડીઇએલઆરના બનાવટી હુકમ ની દુરસ્તીની પડેલ નોંધ અંગે મામલતદાર, પ્રાંત કલેકટર,ડી.ઇ.એલ આર, સેટલમેન્ટ કમિશનર તેમજ પોલીસ દ્વારા કરેલ બેજવાબદારભરી ફરજો તેમજ ભ્રષ્ટાચારથી ત્રાસી ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ બનાવટી હુકમ સામે કાર્યવાહી ન કરવા બદલ તેઓ સામે કાર્યવાહી કરવા તેમજ ન્યાય મળે તે માટે અરજદાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...