ધમકી:પરીણિતા પાસે દહેજમાં 2 લાખ માગનારા 3 સાસરિયાં સામે ફરિયાદ

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ લીધા વગર આવી તો ઘરમાં આવવા નહિ દઉં: પતિની ધમકી
  • સાસુએ વાળ પકડી રાખ્યા,પતિએએ ફેટો મારી અને સસરાએ ગડદાપાટુ મારી કાઢી મુકી, વિવેકાનંદ પોલીસમાં ફરિયાદ દાખલ

દસક્રોઈના ઇસ્ટોલાબાદ મા 2005 મા પરણેલી અને બે સંતાનની માતાને સાસરિયાઓ 17 વર્ષથી દહેજ માગી રહ્યા છે.લગ્ન જીવનના સત્તરમાં વર્ષે સાસુએ વહુના વાળ પકડી રાખ્યા,પતીએ ફેંટો મારી તેમજ સસરાએ ગડદાપાટુ નો માર મારી દહેજમાં બે લાખ રોકડા અને નવી બાઇકની માગણી કરતા હાથીજણ માં પિયરીયું ધરાવતી પરિણીતાએ વિવેકાનંદ પોલીસમા ફરિયાદ દાખલ કરી છે.

હાથીજણની દીકરીના લગ્ન 2005 મા ઇસ્ટોલાબાદના અલ્પેશ પૂજાભાઈ ઠાકોર સાથે થયેલા.લગ્ન બાદ થોડા દિવસ સુધી સાસુ સસરા પતિએ પરણિતા સાથે સારો વ્યવહાર રાખ્યો, લગ્નના ચાર મહિના બાદ પતિ ગાળો બોલતો મારઝૂડ કરી કહેતો તારા બાપે દહેજમાં પહેરેલ કપડે મોકલી છે કહી મારતો પરંતુ પરિણીતા લગ્ન જીવન ઘર તૂટે નહિ તે માટે સહન કરતી લગ્ન જીવન દરમિયાન પંદર અને તેરસ વર્ષના બે સંતાન થયા.2018 સુધી બધું સહન કરી પરિણીતાએ બે સંતાન પતિ પાસે મૂકી હાથીજણ પિતાને ત્યાં ગઈ 2018 મા પતિ સાસુ સસરા સામે ફરિયાદ કરી પરંતુ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું અને કહ્યું હવે મારઝૂડ નહિ કરે કે દહેજ નહિ માગે આથી પરિણીતા પુનઃ સાસરિયે ગઈ થોડા દિવસ સારું રાખ્યું.

2022 મા સાસુ એ પરિણીતા સાથે બોલાચાલી કરી વહુના માથાના વાળ પકડી રાખ્યા પતિએ ફેંટો મારી અને સસરાએ લાતોથી ગડદાપાટુનો મારમારી અને સાસુએ કહ્યું ઘરમાં શાંતિથી રહેવું હોય તો તારા બાપ પાસેથી બે લાખ રોકડા,અને મોટર સાઇકલ લઈ આવ કહી કાઢી મુકતા અને દહેજ લીધા વગર ઘરમાં આવવા નહિ દઉં કહેતા પરિણીતા પિતાને ઘેર હાથીજણ આવી ગઈ.બાદમાં પતિ પરિણીતાના પિતાને ફોનમાં ધમકીઓ આપતો.આ બાબતે ફરિયાદ દાખલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...