દુર્ઘટના:બારેજા હાઈવે પર ટ્રેલર પાછળ આઇશર ઘૂસી જતાં ક્લિનરનું મોત: ડ્રાઈવરનો બચાવ

વહેલાલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસલાલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

બારેજા નેશનલ હાઇવે એચપી પેટ્રોલ પમ્પ પાસે ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા આઇસરની કેબિનમાં બેઠેલા કંડક્ટરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું .જોકે ડ્રાયવરને કોઈજ ઇજા થઇ નથી ડ્રાઈવરે જ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. રેપીડ કેરિયર કંપનીની આઇસર ગાડી ઘોડાસરથી વાયા નેશનલ હાઇવે બારેજા થઈ ખેડા તરફ જતી હતી.આઇસર મનોજ જટાશંકર દુબે ચલાવતો હતો જ્યારે કંડકટર મૂળ મહારાષ્ટ્રનો દિપક નિમા શેરપા આઇસરની કેબિનમાં જ બેઠેલો હતો.

આઇસર બારેજા નેશનલ હાઇવે એચપી પાસેથી પસાર થયું તે દરમિયાન સામેથી આવતા વાહનોની લાઈટોથી ડ્રાયવર અંજાઈ જતા આઇસરની આગળ રોડની સાઈડમાં ઉભેલુ ટ્રેલર પાછળ ઘુસી જતા આઇસરની કંડકટર સીટ પર બેઠેલા દિપક શેરપાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા કેબિનમાં જ તેનું મોત થયુ હતુ. આમ આઇસરના ડ્રાઈવરે જ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.આ બનાવથી હાઈવે પર થોડો સમય ટ્રાફિકજામ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...