તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફરાતફરી:દસક્રોઈની એણાસણ પ્રિન્ટીંગ પેકેજિંગ કંપનીમાં આગ લાગતા અફરાતફરી

વહેલાલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ પાલિકાની ફાયર ટીમે ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લીધી

નરોડા દહેગામ રોડ પર એણાસણ પાસે આવેલ પ્રિન્ટીગ પેકેજિંગ કંપનીમાં આગ લાગતા દહેગામ નગરપાલિકા ની ફાયર ફાઈટર ટિમ પહોંચી જઈ આગ પર તુરંત કાબુ મેળવી લીધો હતો.કોઈ જાન હાની કે કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નરોડા દહેગામ રોડ પર દસક્રોઈ તાલુકાના એણાસણ કોલેજ સામે મેદરારોડ પર આવેલ પ્રિન્ટીગ પેકેજીંગ કંપનીમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગતા ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવતા નજીકના દહેગામ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટિમ તત્કાલ પહોચી ગઈ હતી. ફાયરઇન્ચાર્જ રાકેશભાઈ મહેતા તેમજ સૂર્યોદયસિંહ ની ટીમે ઘટના સ્થળે પહોચી તુરંતજ કાબુ મેળવી લીધો હતો.

આગની ઘટનાની તસ્વીરો જોતા મશીનરી બળી ગયેલ જોવા મળે છે. જોકે આગ લાગવાનું કારણ,આગમાં કોઈ જાનહાનિ કે કેટલું નુકશાન થયું તે જાણી શકાયું નથી. આ અંગે આ લખાય છે ત્યાં સુધી વિસ્તારની કણભા પોલીસને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.આ ઘટનાથી અફરાતફરી મચી હતી.જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ કે વધારે નુકસાન નહી થતા કંપનીના સંચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...