તસ્કરી:પીરાણા પાવરગ્રીડ કર્વાર્ટરમાંથી રોકડ, ઘરેણાં સહિતના મુદ્દામાલની ચોરી થઈ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીજીએમ છઠપૂજા કરવા માટે 10 દિવસ વતન ગયા હતા
  • પ્રવેશદ્વારનું તાળું કાપી તસ્કરો કબાટ તોડી મહત્ત્વના દસ્તાવેજો પણ ચોરી ગયા

પીરાણા પાવરગ્રીડ સબ સ્ટેશન કવાર્ટરના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરો સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ સહિત કુલ 175000 ના મુદામાલની ચોરી થયા અંગેની ફરિયાદ અસલાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. પીરાણા પાવરગ્રીડ કોર્પોરેશનમા ડી.જી.એમ તરીકે ફરજ બીજાવતી અર્ચનાકુમારી પાવરગ્રીડમાં આવેલ ક્વાર્ટર ના ડી-1 મા રહે છે.અર્ચનાકુમારી ગત ચોવીસ ઓક્ટોબરે છઠ્ઠપૂજામાં ભાગ લેવા વતન મુઝફ્ફરપુર ઉત્તરપ્રદેશ ગયા હતા અને દસ દિવસ બાદ ત્રણ ઓક્ટોબરે પરત ફર્યા હતા.

આ દરમિયાન તેઓ ત્રણ ઓક્ટોબરે પરત આવ્યા ત્યારે તેઓના મકાનના પ્રવેશદ્વારનું તાળું કાપેલું હતું.ઇન્ટરલોક સિસ્ટમ તૂટેલી હતી.કબાટનું લોકર તૂટેલું હતું સામાન વેરવિખેર પડ્યો હતો.તપાસ કરતા મહત્વના દસ્તાવેજો,રોકડ સોના ચાંદીના દાગીના સહિત 175000 નો મુદામાલ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા.

પાવરગ્રીડના સિક્યોરિટી ગાર્ડે તપાસ કરતા સી બ્લોકની દિવાલની ફેન્સિંગ વાયર કાપી ચોર ઈસમો બહારથી પાવરગ્રીડમાં પ્રવેશેલા હતા. દીવાલ પાસેથી દસ્તાવેજો સહિત શૂટકેસ બ્રીફકેશ મળી આવેલ પરંતુ સોના ચાંદીના ઘરેણાં રોકડ રકમ મળી આવેલ નહિ. આમ પીરાણા પાવરગ્રીડના ડી.જી.એમ સ્ટેશન ઈન્ચાર્જ અર્ચનાકુમારી ના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ સહિત 175000 નો મુદામાલ ચોરાઈ જતા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. છેલ્લાં કેટલાંક સમયથી પીરાણા સહિતના અાસપાસના વિસ્તારોમાં ચોરોની રંજાડ વધી રહી છે ત્યારે આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવો જરૂરી બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...