અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વહેલાલ,કણભા,જેતલપુર ,કુહા સહિત અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં સોમવારે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી ઉપરના નાગરીકોને કોરોના વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરાશે. ફ્રન્ટલાઈન વર્કર- આરોગ્ય કર્મીઓ વગેરે પણ બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે.બે ડોઝ જે લીધા હોય તેજ ડોઝ અાપવામાં આવશે.
દેશમાં કોરોનાને પહોંચી વળવા માટે રસી એકમાત્ર ઉપાય છે. જેને જોતા 10 જાન્યુઆરી થી હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ, અને 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે જે નાગરિકોએ બન્ને ડોઝ લીધા હોય, તેમજ બીજા ડોઝને નવ મહિના એટલે કે 39 વિક પૂરા થયેલા હોય તેવા લાભાર્થીઓને પ્રિકોશનરી ડોઝ અપાશે.
જેઓનો તા.10 એપ્રિલ 2021 સુધીમાં બીજો ડોઝ પુર્ણ થયેલો હોય, તેવા લાભાર્થીઓને 10 જાન્યુઆરીથી વેક્સિનના પ્રિકોશનરી ડોઝ (બુસ્ટર ડોઝ)માટે એલીજીબલ રહેશે. પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને તેમને નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી પ્રિકોશનરી ડોઝ લેવાનો રહેશે.આ રીતે આગામી દિવસોમાં હવે બુસ્ટર ડોઝ આપવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
2 ડોઝ મુજબ બુસ્ટર ડોઝ અપાશે
આ અંગે તંત્ર તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે લોકોએ પહેલા બે ડોઝ કોવિશિલ્ડના લીધા છે તેમને કોવિશિલ્ડ આપવામાં આવશે જ્યારે જે લોકોએ કોવેક્સિન લીધી છે તેમને કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.આ સિવાય સરકાર તરફથી જે ગાઈડલાઈન સૂચવવામાં આવી છે તેને અનુલક્ષીને આગામી દિવસમાં રસી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.