રસીકરણ:અમદાવાદ જિલ્લામાં 11 લાખ લોકોને નિ:શુલ્ક ‎ રજિસ્ટ્રેશન વગર બુસ્ટર ડોઝ અપાશે ‎

વહેલાલ‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 8340 લોકોએ પૈસા ખર્ચી બુસ્ટર ડોઝ લીધો‎
  • l265 કેન્દ્ર પરથી​​​​​​​ બુસ્ટર ડોઝ મળશે: ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર રસી મળશે‎

દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે‎ 18 વર્ષથી 60 વચ્ચેના તમામ‎ લોકોને 15 જુલાઈથી નિ:શુલ્ક‎ કોરોનાના બુસ્ટર ડોઝ આપવાની‎ સરકારે જાહેરાત કરી છે ત્યારે‎ અમદાવાદ જિલ્લાનાં 265‎ પીએચસીમાં 11 લાખ લોકોને 75‎ દિવસની મર્યાદામાં બુસ્ટર ડોઝ‎ અપાશે.‎ અમદાવાદ જિલ્લા‎ આરસીએચઓ હરેશ નાયકે‎ બુસ્ટર ડોઝ અંગે માહિતી આપતાં‎ જણાવ્યું હતું કે જિલ્લાનાં 265‎ પીએચસીમાં 15 જુલાઈથી‎ પ્રીકોશન ડોઝ મળશે. ફ્રી ડોઝ 75‎ દિવસ માટે જ ઉપલબ્ધ હશે.‎ રસીના બંને ડોઝ લઈ ચૂકેલા 18થી‎ 60 વયના લોકોને આ ડોઝ‎ અપાશે. બુસ્ટર ડોઝ લેવા માટે‎ કોઈ પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન‎ નથી.

ડોઝ લેવા માટે કોઈ પણ‎ પીએચસી સેન્ટરમાં આધાર કાર્ડ‎ અને મોબાઈલ સાથે જવાનું રહેશે.‎ અત્યાર સુધી જિલ્લામાં પ્રાઇવેટ‎ હૉસ્પિટલમાં 8340 લોકોએ‎ બુસ્ટર ડોઝ લીધો છે અને સમગ્ર‎ જિલ્લામાં 11 લાખ લોકોને બુસ્ટર‎ ડોઝ લેવાનો બાકી છે, તેઓને 15‎ જુલાઈથી 75 દિવસ સુધી મફત‎ ડોઝ મળશે. 15 જુલાઈએ‎ સનાથલ સહિત દરેક પીએચસીમાં‎ પદાધિક ારીઓની ઉપસ્થિતિમાં‎ ફ્રીમાં બુસ્ટર ડોઝ આપવાની‎ શરૂઆત કરવા સૂચના અપાઈ‎ છે.અત્યાર સુધી 60 વર્ષથી‎ ઉપરની વ્યક્તિઓને આ ડોઝ‎ મફતમાં આપવામાં આવતો‎ હતો.અને બાકીનાં લોકોએ રૂપીયા‎ ખર્ચીને પ્રાઇવેટ હોસ્પીટલમાંથી‎ લેવો પડતો હતો.

સાણંદમાં આજથી બુસ્ટર ડોઝ નિ:શુલ્ક આપશે‎
સાણંદ તાલુકાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કર્મીઓ બુસ્ટર ડોઝ નિ:શુલ્ક આપશે. જેમાં આરોગ્ય‎ કર્મીઓ લિસ્ટ મુજબ જે લોકો બુસ્ટર ડોઝ લેવામાં બાકી હસે તેવા લોકોને જાણ કરી બોલાવાશે, અને ડોઝ આપવામાં‎ આવશે. સરકાર દ્વારા નિ: શુલ્ક બુસ્ટર ડોઝ આપવાનું નક્કી કરતાં હવે સાણંદ અને તાલુકાના રહીશોને આનો‎ લાભ મળશે.‎

બાવળામાં 18 થી ઉપરનાને પ્રિકોશન ડોઝ અપાશે‎
બાવળા શહેર અને તાલુકાનાં તમામ સરકારી પ્રાથમિક અને સામુહીક આરોગ્ય કેન્દ્રો ઉપરથી 18 વર્ષથી વધુ ઉંમરની‎ તમામ વ્યકિતઓને કોરોના વેક્સિનનો બુસ્ટર ( પ્રિકોશન ) ડોઝ મફત આપવામાં આવશે. આ સુવિધા માત્ર 75‎ દિવસ એટલે 27 સપ્ટેમ્બર સુધી આપવામાં આવશે . પરંતુ હવે આજથી મફતમાં બુસ્ટર ડોઝ લઈ શકશે.75 દિવસ‎ પછી રૂપીયા ખર્ચ કરીને બુસ્ટર ડોઝ લેવો પડશે.‎

અન્ય સમાચારો પણ છે...