આયોજન:દસક્રોઈ તાલુકાના હુકામાં ભાજપ યુવા મોરચાનું યુવા મિત્ર જોડો અભિયાન

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે
  • ઘેર ઘેર જઇ 158 યુવાનોને​​​​​​​ ઓનલાઇન યુવા મિત્ર કાર્ડ અપાયા

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી 12 જાન્યુઆરીએ દસક્રોઈ ના હુકામાં દસક્રોઈ યુવા મોરચા દ્વારા 12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જયંતિ યુવા દિવસે રાત્રે કડકડતી ઠંડીમાં ઘેર ઘેર જઇ”યુવા મિત્ર જોડો” અભિયાન ચલાવી 158 યુવાઓને ઓનલાઈન યુવા મિત્ર કાર્ડ આપી ભાજપમાં જોડ્યા હતા.

આ અભિયાન અંતર્ગત હુકા ગામના સરપંચ રણજીતસિંહ ઝાલાને સાથે રાખી દસક્રોઈ તાલુકા યુવા મહામંત્રી મોન્ટુ પટેલને સાથે બીજેપી કાર્યકરો ઘેર ઘેર જઇ 25 યોજનાઓ અને 13 મુદ્દાઓ સમજાવી 158 યુવાઓને બીજેપીના યુવા મિત્ર કાર્ડ આપ્યા છે.

ભાજપે નવયુવાન મતદારોના મત મેળવવા યુવાઓને ભાજપમાં જોડવા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની જન્મ જયંતિ 25 ડિસેમ્બરથી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ યુવા દિન 12 જાન્યુઆરી સુધી યુવા મિત્ર જોડો અભિયાન ચલાવી યુવાઓને યુવા મિત્ર કાર્ડ આપી રહ્યા છે.

ભાજપ ઇ શ્રમ કાર્ડ માટે ઘેર ઘેર ક્યારે જશે?
ભાજપે વિધાનસભા ચૂંટણી મા મતો મેળવવા યુવા મિત્ર કાર્ડ ઘેર ઘેર જઇ આપી રહ્યું છે.તો બીજી તરફ બે લાખનો વીમો આપતું ઇ શ્રમ કાર્ડ માટે સરકારના આદેશ મુજબ અધિકારીઓ ધ્વારા ગ્રામ પંચાયતોના વીસીઈ ને ટાર્ગેટ અપાયા છે તો ઘેર ઘેર જઇ યુવા મિત્ર કાર્ડ આપતા ભાજપના યુવા કાર્યકરો ઓનલાઈન ફક્ત પાચ મિનિટમાં બનતું ઇ શ્રમ કાર્ડ ઘરના દરેક સદસ્યને આપી શકે છે.જો ઇ શ્રમ કાર્ડ ફાયદા વાળુંજ હોય તો યુવા મિત્ર કાર્ડની જેમ ઇ શ્રમ કાર્ડ આપવાની કામગીરી પણ કરવી જોઈએ.તો વધુને વધુ લોકોને યોજનાનો લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...