દુર્ઘટના:કુજાડ પાસે એસટી બસે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત

વહેલાલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસટી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

કુજાડ બાકરોલ ચોકડી પાસે એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું.કણભા પોલીસમાં એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કપડવંજ તાલુકાના વડોલ ગામના મુકેશભાઈ બાલુભાઈ સોલંકી તેઓની સાસરીમાં હરણીયાવમાં મામાને ઘેર રહેતા તેઓના બે દીકરાને મળવા બાઇક પર આવી રહ્યા હતા.

દરમિયાન તેઓ તેમના બે દીકરાને મળે તે પૂર્વજ અમદાવાદ ઇન્દોર હાઇવે પર કુજાડ ગામ બાકરોલ ચોકડી પાસે દાહોદથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકે મુકેશભાઈની બાઇકને ટક્કર મારતા મુકેશભાઈ રોડ પર પટકાતા મુકેશભાઈને માથા મોઢા અને ડાબા હાથે ગંભીર ઇજાઓ થઈ હતી.

અને લોહીલુહાણ થતા અકસ્માત જોવા લોકોના ટોળા ભેગા થયા હતા.કોઈ મુસાફરે 108 ને કોલ કરતા 108 તત્કાલ ઘટના સ્થળે આવી અકસ્માતમાં ઘાયલ અને લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયેલ મુકેશભાઈની તપાસ હાથ ધરી હતી અને તેઓને મૃત જાહેર કર્યા હતા. જોકે એસટી ચાલક ટક્કર મારી એસટી સાઈડમાં પાર્ક કરી ઉભો રહ્યો હતો. મુકેશભાઈ સોલંકીનું મૃત્યુ થતા તેઓના સાળાએ કણભા પોલીસમાં એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...