ભાસ્કર ઈમ્પેક્ટ:ભરકુંડા- લાલપુર અને રામપુરા- હીરાપુર માર્ગનું કામ શરૂ કરાયું

વહેલાલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીના માહોલ વચ્ચે દિવ્યભાસ્કર ના અહેવાલની અસરથી 2 વર્ષથી માત્ર મેટલ નાખી મૂકી રખાયેલ ભરકુંડાથી લાલપુરનો 3 કિમિ નો તેમજ રામપુરાથી હીરાપુર વચચેના 1.5 કિમિ ના રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. બડોદરા રામપુરાથી હીરાપુર સુધીના દોઢ કિમીના રસ્તા પર બે વર્ષથી માત્ર મેટલ નાખી મૂકી રખાયા છે.જેને પગલે વાહનચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે ધારાસભ્ય તેમજ ડીડીઓ સમક્ષ રજૂઆત કરેલ.

તેમજ ભરકુંડા ઝાણું વચ્ચેથી લાલપર તરફ જતા આશરે 3 કિમિ કરતા વધુના માર્ગ પર રોડ કોન્ટ્રાક્ટરે છેલ્લા બે વર્ષથી માત્ર મોટામોટા મેટલ પાથરી દીધા છે ,કપચી તેમજ ડામર કામ કર્યું નથી. ચૂંટણીના માહોલમાં વિકાસની વાતો વચ્ચે બંને ગામના નાગરિકોએ જણાવેલ સમસ્યા અંગેનો અહેવાલ એકવીસ અને ત્રેવીસ નવેમ્બરે પ્રસિદ્ધ થતા ચોવીસ તારીખથી બંને માર્ગો પર કામગીરી શરૂ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...