ઉમેદવારની આવક:બાબુભાઈ પટેલની વાર્ષિક આ‌વકમાં 5 વર્ષમાં 900%નો વધારો

દસક્રોઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દસ્ક્રોઈના ભાજપના ઉમેદવારની આવકનો સ્રોત માત્ર MLA પગાર પણ વાર્ષિક આવક રૂ. 2.90 કરોડ!

દસક્રોઈ દસક્રોઈ વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી બીજેપી એટલે કે બાબુભાઈ જમનાદાસ પટેલ ઉમેદવારી કરી રહ્યા છે જ્યારે કૉંગ્રેસમાંથી ઉમેદજી બુધાજી ઝાલા અને આપમાંથી કિરણકુમાર સુરેશચંદ્ર પટેલે ઉમેદવારી નોંધાવી છે.

ત્રણેય ઉમેદવારે જાહેર કરેલા સોગંદનામાં પ્રમાણે સતત 5મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવનારા 74 વર્ષીય બાબુભાઈ પટેલની મિલકતમાં 5 વર્ષમાં આશ્ચર્યજનક રીતે 900 ટકાનો વધારો નોંધાયો છે. 2017ની ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા પ્રમાણે તેમની વાર્ષિક આવક રૂ. 28.03 લાખ દર્શાવાઈ હતી જ્યારે આ વખતે વાર્ષિક આ‌વક રૂ. 2.90 કરોડ દર્શાવાઈ છે.

બાબુભાઈ જમનાદાસ પટેલ ભાજપ

2022એફિડેવિટ2017એફિડેવિટ
અભ્યાસઓલ્ડ SSCઅભ્યાસઓલ્ડ SSC
વ્યવસાયસમાજસેવાવ્યવસાયખેતી, સમાજસેવા
રોકડ66,050રોકડ1.33 લાખ
સોના-ચાંદી2.68 લાખસોના-ચાંદી1.51 લાખ
કુલ મિલકત44.54 કરોડકુલ મિલકત24.19 કરોડ
વાર્ષિક આવક2.90 કરોડવાર્ષિક આવક28.03 લાખ
ગુનો1ગુનો1
આવકનો સ્રોતધારાસભ્ય વેતનઆવક સ્રોત

ખેતી, ધારાસભ્ય વેતન

ઉમેદજી બુધાજી ઝાલા કૉંગ્રેસ

2022એફિડેવિટ
અભ્યાસ

ધોરણ-8 પાસ

વ્યવસાય

ખેતી, વેપાર

રોકડ5.50 લાખ
સોના-ચાંદી6 લાખ
કુલ મિલકત1.55 કરોડ
વાર્ષિક આવક3.68 લાખ
ગુનો0
આવકનો સ્રોત

ખેતી, વેપાર

કિરણકુમાર સુરેશચંદ્ર પટેલ આપ

2022એફિડેવિટ
અભ્યાસસ્નાતક
વ્યવસાયબિઝનેસ
રોકડ10 લાખ
સોના-ચાંદી

28.35 લાખ

કુલ મિલકત

22.41 કરોડ

વાર્ષિક આવક

21.03 લાખ

ગુનો1
આવકનો સ્રોતબિઝનેસ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...