કાર્યવાહી:એણાસણ પાસે ASI અને TRB જવાન પર ગાડી ચડાવી મારી નાખવાનો પ્રયાસ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોન્ટેડ ગુનેગાર પકડાઈ ગયો: 3 સાગરીત ફરાર થઈ ગયા

એણાસણ પાસે પ્રોહીબિશન ગુનાના નાસતા ફરતા ગુનેગારને પકડવા ગયેલા કણભા એ.એસ.આઈ તેમજ ટીઆરબી જવાનને ગુનેગારે એક મહિલા સહિત ત્રણ સાગરીતોએ માર મારતા પોલીસે એક વોન્ટેડ ગુનેગારને પકડી બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી છે.

કણભા પોલીસને બાતમી મળી હતી કે 29 ડિસેમ્બરે વિદેશી દારૂની 757 નંગ વિદેશીદારૂ ની બોટલો એણાસણ પાસેથી કારમાં પકડાઈ હતી જેમાં પ્રોહીબેશન ગુનાનો નાસતો ફરતો ગુનેગાર દહેગામ તરફથી ગાડી લઈ આવી રહ્યો છે.કાર સહિત ગુનેગારને ઝડપી પાડવા એએસઆઈ તેમજ ટીઆરબી જવાન વોચમાં હતા તે દરમિયાન કાર આવતા કાર ચાલક અને નાસતા ફરતા ગુનેગાર સત્યપ્રકાશ મેવાલાલ સોનીએ બંને જવાનો પર મારી નાખવાના ઇરાદે કાર ઉપર ચડાવી દેવાની કોશિશ કરેલ જોકે બંને જવાનો ખસી જતા બચી ગયા હતા અને પોલીસ વાહન દ્વારા પીછો કરી કાર સાઈડમાં ઉભી રખાવી હતી.

ટીઆરબી જવાને ખાનગી વાહનથી પીછો કરી સત્યપ્રકાશની ગાડી આગળ વાહન ઉભું કરી રોકતા સત્યપ્રકાશે બે અન્ય માણસોને બોલાવી ધોકા વડે એએસઆઈ તેમજ ટીઆરબી જવાનને મારી ઇજા પહોંચાડી હતી દરમિયાન સરપંચ અને આસપાસના લોકો આવી જતા સાગરીતો ભાગી ગયા હતા જોકે ઇજાગ્રસ્ત હાલતમાં સત્ય પ્રકાશ ભાગી શક્યો ન હતો આથી પોલીસે તેને પકડી સિંગરવા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલ.પોલીસે ચારેય સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...