ભારત માતા કી જય, જય શ્રીરામના નારા સાથે ઘોડા પર વરઘોડો કાઢી પુષ્પવર્ષા સાથે અસલાલી પોલીસ સ્ટેશનના વિસ મહિનાથી પીઆઇ તરીકે ફરજ બજાવતા પી.આર.જાડેજા ની બદલી જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ સ્ટેશન હેઠળના 24 ગામોના સરપંચો, ધાર્મિક સંસ્થાના મહંતો, ગ્રામજનો,વેપારીઓ, સામાજીક અગ્રણીઓ મળી 700 લોકોએ સન્માનપૂર્વક વિદાય આપી.
પીઆઇ તરીકે તેઓ પ્રજા અરજદારો સાથે મિત્રની જેમ વ્યવહાર કર્યો હતો તેમણે ચાર્જ સંભાળતા 4 કરોડ 82 લાખના ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ નો નાશ કરાવ્યો એટલુંજ નહિ દોઢ વર્ષના સમયગાળામાં POCSO ના તેમજ અન્ય ગંભીર ગુન્હાઓ શોધવામાં જિલ્લામાં સર્વોત્તમ કામગીરી, તેમજ 125 થી વધારે દારૂ-જુગાર ના ગણનાપાત્ર કેસો શોધી કાઢ્યા.
કમોડ,કાશીન્દ્રા તેમજ બારેજા ત્રણ નવી પોલીસ ચોકી તૈયાર થઇ રહી છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પડી રહેલ વાહનોના મુદ્દામાલને વ્યવસ્થિત ગોઠવડાવી કમ્પાઉન્ડ ચોખ્ખું કરાવ્યું, તેમજ પોલીસ લાઈનના બાળકોને રમવા લાયક બગીચો તૈયાર કરાવ્યો,પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન તેમજ પોલીસ ચોકીઓ પાસેની જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાવી વૃક્ષોનું જતન થાય તે રીતે સ્ટાફ કર્મચારીઓને જવાબદારી સોંપી. કોરોના કાળમાં ગાઈડલાઈનનું પ્રજાને સમજાવી પાલન કરાવ્યું.
ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા ઉપરાંત પીરાણા જેવી કોમી સંવેદનશીલ જગ્યાઓએ તેમજ લાંભા જેવા ધાર્મિક સ્થળોએ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ નહિવત પ્રમાણમાં વધે અમલીકરણમાં સફળ રહ્યા.મોટી સંખ્યામાં ગોડાઉનો તેમજ પ્રોહીબીશન ની પ્રવૃત્તિ ગુનાઓ માં ઘટાડો કરવામાં સફળ કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.