યોજના:સહાય માટે અરજદારોને વિભાગમાંથી કોલ મળ્યા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી બાળ સહાય યોજનામાં
  • જુબાનીનો પુરાવો સ્વીકારો: અરજદારો

મુખ્યમંત્રી બાળ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા અરજદારોને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ તરફથી કોરોનાથી મૃત્યુ ના પોઝીટીવ રિપોર્ટ માગતા અરજદારો નિસહાય થઈ ગયા છે. કોરોના મહામારીમા ઘણા બાળકોના મા બાપના મૃત્યુ થતા નિરાધાર થતા રાજ્ય સરકાર ધ્વારા મુખ્યમંત્રી બાળ સહાય યોજના જાહેર કરાઈ છે જે અંતર્ગત મા બાપ બંને મૃત્યુ પામ્યા હોય તો મહિને ચાર હજાર અને એક વાલીનું મૃત્યુ થયું હોય તો માસિક બે હજાર સહાય આપવા જાહેર કરી અરજદારો પાસે અરજીઓ મંગાવી હતી.

હવે આ અરજીઓ અંગે પ્રક્રિયા હાથ ધરાઇ છે. વહેલાલમા ચાની કીટલી ચલાવી ગુજરાન ચલાવતા એક 26 વર્ષીય યુવાનનું ઓક્સિજન ઓછો થવાથી કોરોનાથી ઘેર મૃત્યુ થયું હતું. અરજદારે મૃત્યુનું પ્રમાણપત્ર આપ્યું હતુ.આ અંગે વધુમાં જાણવા મળ્યા અનુસાર મૃત્યુ પ્રમાણપત્રમાં કારણ લખાતું નથી તેમજ અરજીમાં મૃત્યુના કારણ કોલમમાં કોરોનાથી મૃત્યુ લખ્યું હતું.

જેને કારણે બાળ સુરક્ષા વિભાગે અરજદારને કોલ કરી કોરોના પોઝીટીવ રિપોર્ટ આપી જવા જણાવતા અરજદાર પાસે રિપોર્ટ નહિ હોવાથી નિસહાય બન્યો છે. અરજદારને શ્વાસ લેવામાં તકલીફ થતા સ્થાનિક પીએચસીમાં ગયેલ ત્યારે ઓક્સિજન લેવલ માપી ઓછું હોવાથી મૌખિક રીતે તત્કાલ કોઈ હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું. આ રીતે આવા કિસ્સામાં જે તે અરજદારને હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...