તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજદારો મુંજવણમા:લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઓનલાઇન અરજી બાબતે અરજદારો અવઢવમાં

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામતળની પ્લોટ તેમજ મકાન -મિલકતના નંબર પસંદ કરવા કઈ રીતે ?: દસક્રોઈ તાલુકાના અનેક અરજદારોને મુંઝવી રહેલો પ્રશ્ન

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ઓનલાઇન અરજી કરવાના ફોર્મમાં મિલકત નમ્બર લખવાની કોઈ સુવિધા ના હોવાથી ગ્રામીણ અરજદારો મિલકતને લગતા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી શકતા નથી.આ અંગે જિલ્લા કલેકટર ઓફિસે પૂછપરછ કરતા વિશ્વનિય જવાબ મળતા નથી અને ઓનલાઇન જ અરજી સ્વીકારાશે નું ગાણુંગાઈ રહ્યા છે.આથી ઓનલાઇન ફોર્મમાં સર્વે નંબરની સાથે મિલકત અથવા તો પ્લોટ નમ્બરનું કોલમ ઉમેરવામાં આવે અથવા મેન્યુઅલી ફોર્મ સ્વીકારાય તેવી માગ છે.

આ અંગે અરજદારોનું કહેવું છે કે અગાઉ ઓનલાઇન સિસ્ટમ ના હતી ત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મેન્યુઅલી ફોર્મ ભરવાનું હોતું .ગુજરાત સરકારના મહેસુલ વિભાગ ઘ્વારા નિયમ નમ્બર 3(1) નમૂનાના ફોર્મ મા અરજદાર નું નામ ,સરનામું જેમાં ગામનું નામ,તાલુકો , જિલ્લો તેમજ પ્રતિવાદીએ પચાવી પાડેલ મિલકત પ્લોટ,બ્લોક તેમજ મિલકત નંબર લખવાનું હોતું .

ઓનલાઇન અરજીમાં માત્ર સર્વે નમ્બરનું કોલમ આપવામાં આવ્યું છે .જેમાં ક્લિક કરતા મહેસુલ વિભાગના ચોપડે રહેલ સર્વે નમ્બર ની યાદી ખુલે છે જેને સિલેક્ટ કરતા તે સરવે નંબરના ખાતેદારોના નામ ઓપન થાય છે.અને તે પસંદ બાદ વર્ણન કરવાનું હોય છે કે કઇ મિલકત પચાવી પાડ્યા અંગે વિવાદ છે.પરંતુ જે અરજદારની ગામતળની મકાનની મિલકત ,તેમજ મકાનના ખુલ્લા પ્લોટ અંગેનું કોઈ કોલમ દર્શાવવામાં આવેલ નથી.જેથી કરી અરજદારો મુંજવણમા મુકાયા છે કે ઓનલાઇન અરજીમાં પ્લોટ નંબર કે મકાનની મિલકત નંબર લખવો કે પસંદ કરવો કઈ રીતે.

અરજદારોની માગ છે કે ઓનલાઇન અરજીમાં મિલ્કત પ્લોટ નંબરનું કોલમ ઉમેરાય અથવા અગાઉની જેમ મેન્યુઅલી અરજી ફી સાથે સ્વીકારાય. આમ અરજદારો ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકતા નથી ત્યારે પ્રશ્ન કે લેન્ડ ગ્રેબીગ કાયદા હેઠળ અરજી ક્યાં અને કઈ રીતે કરવી. ઓનલાઇન અરજીમાં સરવે નંબરના કોલમ સાથે જો મિલકત નંબર પ્લોટ નંબરનું કોલમ ઉમેરાય તો અરજદારો પંચાયતના ચોપડે બોલતી મિલકત, પ્લોટ નંબર લખી શકે. બાદમાં તે પચાવી પાડેલ મકાન અંગે વર્ણન કરી શકે.

અન્ય સમાચારો પણ છે...