રજુઆત:ટીંબામાં 5 માસથી ઇ-સ્લીપ નહિં આપતા રેશનિંગના દુકાનદાર સામે રોષ ભભૂક્યો

વહેલાલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર સુધી રજુઆત છતાં કોઈ પગલાં નથી લેવાતાં

સરકાર દ્રારા સસ્તા અનાજના દુકાનદારો ચોરીના કરી શકે તેવા આશય સાથે સસ્તા અનાજનો જથ્થો કાર્ડ ધારકોને અંગૂઠો ઓનલાઈન મુક્યા બાદ જ સ્લીપ નીકળે, પછી આપવાની વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાં પણ દસક્રોઈના ટીંબા ગામમાં સસ્તા અનાજ દુકાનદાર અંગૂઠો લઈ સ્લીપ નહિં આપતો હોવાની તેમજ ઓછો જથ્થો આપતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.ટીં

બા સરપંચ, સેવા સહકારી મંડળી તેમજ ગ્રાહકોએ અસંખ્ય રજુઆત પુરવઠા અધિકારી તેમજ જિલ્લા કલેકટરને કરી છે. આમ છતાં પણ તંત્ર દ્વારા દુકાનદાર સામે કોઈ પગલાં લેવાતા નથી. દુકાનદારે 4 માસ પહેલા લેખિત કબુલ્યું હતું કે 3 દિવસથી પ્રિન્ટર બંધ છે. માર્ચ માસમાં પણ ઇ સ્લીપ નથી અપાતી અંગે ફરિયાદ ઉઠેલ, ત્યારે દુકાનદારે લેખિત કારણ આપેલ કે 3 દિવસથી પ્રિન્ટર બંધ છે. એટલે ઇ સ્લીપ અપાતી નથી હવેથી આપશે. પરંતુ 5 મહિના છતાં ઇ સ્લીપ અપાતી નથી.

આમ છતાં તંત્રના અધિકારીઓ આખ આડા કાન કરે છે.અગાઉ ટીંબા સેવા સહકારી મંડળીએ પણ ગેરરીતિની ફરિયાદ કરેલ હતી.અગાઉ પણ આવી ફરિયાદ દરમિયાન તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે, અંગૂઠો માર્યા બાદ ઇ બીલની નકલ ગ્રાહકોને અપાતી નથી. 5 માસ પૂર્વે ટીંબા સેવા સહકારી મંડળીએ લેખિત રજુઆત કરી હતી કે, સસ્તા અનાજ વિતરણમાં ગેરરીતિ આચરી કાળા બજાર કરે છે. આમ ગ્રામ પંચાયત, ગ્રાહકો, મંડળી દ્વારા દુકાનદાર સામે ફરિયાદ છતાં સ્લીપ અપાતી નથી.

અન્ય સમાચારો પણ છે...