નાઝમાં મારા દીકરાની પત્ની સામે કેમ તું વારંવાર જુએ છે કહી પાડોશીને પિતા અને દિકરાઓએ લાકડી અને દાંતી મારી ઘાયલ કરતા 4 વિરુદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નાઝ ગામમાં સ્મશાન પાસે ચંદાનગરીમાં રહેતા 3 દીકરાના પિતા રામુભાઈ બચુભાઇ રાવળ સવારે પોતાના ઘરનું આગણું વાળતા હતા તે દરમિયાન ઘરની સામે રહેતા ભલાભાઈ મોહનભાઇ રાવળ આવીને કહેવા લાગેલા કે મારા દીકરાની પત્ની સામે કેમ વારંવાર જુએ છે કહી ગાળો બોલી લાફા મારી ઉંચા અવાજે બોલવા લાગતાં રામુભાઈએ કહ્યું હું જોતો નથી દરમિયાન ભલાભાઈના 3 દીકરા દોડી આવેલા અને ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો.
ભલાભાઈ તેઓના ઘરમાંથી લાકડી લઈ આવી ડાબા પગે ઘૂંટણમાં ફટકાર્યો હતો. બૂમાબૂમ થતા રામુભાઈનો ભાઈ બચાવમાં આવતાં રામુભાઈના ઘર પાસે પડેલી દાતી રામુભાઈના ભાઈ સુરેશભાઈ ને મારતાં રામુભાઈએ ભાઈને બચાવવા જતા ડાબા હાથના અંગૂઠે વાગી હતી.
તેમજ રામુભાઈને માથામાં લાકડીઓ મારી હતી. ઝગડો વધુ થતા આસપાસના રહીશો એકત્ર થતા પિતા અને 3 દીકરા જતા જતા મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં 108 બોલાવી ઘાયલ રામુભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં માથામાં 3 ટાકા આવ્યા તથા ડાબા હાથે સારવાર કરાઇ હતી.આમ દીકરાની પત્ની સામે કેમ વારંવાર જુએ છે કહીં પિતા અને 3 દિકરાએ રામુભાઈને લાકડીઓ અને દાતી વડે માર મારી ઘાયલ કરતા રામુભાઈએ અસલાલી પોલીસમાં ભલાભાઈ મોહનભાઇ રાવળ તેઓના 3 પુત્ર વિશાલ, રવિ તેમજ સુરેશ સામે ફરિયાદ દાખલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.