ક્રાઈમ:એણાસણની સીમમાંથી ટોયલેટ ફ્લશ બોક્ષની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કણભા પોલીસ ઊંઘતી ઝડપાઇ અને સ્ટેટ મોનિટરિંગ સેલે કામગીરી કરી
  • ટ્રક, મોબાઈલ, રોકડ દારૂ સહિત 14,12,130નો મુદામાલ કબજે લેવાયો

કણભા પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીને આધારે દસક્રોઈના એનાસણની સીમમાંથી ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની 4810 બોટલો પકડી પાડી છે. જેની કિંમત 681750 થાય છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી મળી હતી કે મુઠીયા સર્કલ રિંગરોડ પર રાત્રે ધ પાર્ક સોસાયટીની આસપાસ ટ્રકમાં દારૂનું કટિંગ થવાનું છે.

બાતમીને આધારે બે ટીમો બનાવી વોચ ગોઠવી હતી. બાતમી મુજબ તપાસ કરતા નરોડા દહેગામ રોડ પર દસક્રોઈના એનાસણ ગામની સીમમાં સર્વે નંબર 258ના ખેતરમાં બંધ હાલતમાં બંધ બોડીની ટ્રક નંબર DL1LW7241 મળી આવી હતી. તપાસ કરતા ટ્રકમાં ટોયલેટ ફ્લશના બોક્ષની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 6,81,750ની 4810 નંગ બોટલો અલગ અલગ બોક્ષમાં પેક કરેલી પકડાઈ હતી. 6.81 લાખનો દારૂ ,7 લાખની ટ્રક ઉપરાંત 380 રોકડ, 20000ના 40 નંગ ફ્લશ, 5 હજારનો મોબાઈલ, 5 હજારનું મોબાઈલ જામર એડપટર મળીને કુલ 14,12,130 નો મુદામાલ કબ્જે લીધો છે. જોકે દારૂનો જથ્થો પકડાયો પણ આઇસરનો ચાલક કે દારૂની હેરાફેરી કરનાર ભાગી ગયો છે.

​​​​​​​મુદામાલ સાથે આઇસર ગાડી કણભા પોલીસમાં મોકલી આપી છે.કણભા પોલીસે તપાસ હાથ ધરી છે. રાત્રીના સમયે ટ્રક ખેતરમાંથી પકડાતા સ્ટેટ મોનિટરિંગ ટીમે નરોડા રિંગ રોડ પાસે જ ટ્રક પકડાતા નરોડા પોલીસને બોલાવી હતી. નરોડા પોલીસે પોતાની હદ ન હોવાનું જણાવતા જે ખેતરમાંથી ટ્રક પકડાઈ હતી. તેની પાસેના ખેતરના ખેડૂતને બોલાવી પૂછતા જણાવ્યું હતું કે ટ્રક એનાસન સીમના સર્વે નંબર 258માં છે. બાદમાં મોનિટરિંગ ટીમે કણભા પોલીસની હદ લાગતા કણભા પોલીસને બોલાવી હતી. કણભા પોલીસ આવ્યા બાદ ટ્રકની તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...