અમદાવાદ એસઓજી શાખાએ બોપલની 1 દુકાનમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ તેમજ લખાણ વગરની સિગારેટોના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય એસ ઓ જી શાખાને બાતમી મળી હતી કે બોપલ મેરી ગોલ્ડ કોમ્પ્લેક્ષમાં આવેલા OMG પાન મસાલા સિગારેટના પાર્લરમાં પ્રતિબંધિત સિગારેટનું વેચાણ થાય છે.
બાતમી મુજબ તપાસ કરતાં OMG પાર્લરમાં ચિત્રાત્મક ચેતવણી, લખાણ વગરની તથા કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાઇ શકે તે રીતેની ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસ બોર્ન, વર્ડ વોર્નીંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલી ન હોય તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી દર્શાવેલ ન હોય તેવા ઇ-સિગારેટનું તથા તમાકુ વેચાણ આપતો આરોપી હરનારાયણ ઉર્ફે લાલુભાઇ રઘુવીરસિંહ સિસોદીયા મુળ રહે. હમીરપુર, ઉત્તરપ્રદેશ હાલ રહે. બાલક્રિષ્નનગર સોસાયટી નરોડા, અમદાવાદના OMG પાર્લરના નામની દુકાનમાં પ્રતિબંધિત ઇ. સીગારેટના પેકેટ નંગ-6 કુલ કિ.રૂ.9000 તથા સિગારેટના જુદી-જુદી બ્રાન્ડના તમાકુના પેકેટો નંગ-126 કિ.રૂ.42900 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.