તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમચેતીના પગલા:કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ બનતું અમદાવાદ જિલ્લાનું વહીવટી તંત્ર

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરીમાં આરોગ્ય વિષયક તૈયારીની સમીક્ષા કરતા શિક્ષણમંત્રી. - Divya Bhaskar
કલેકટર કચેરીમાં આરોગ્ય વિષયક તૈયારીની સમીક્ષા કરતા શિક્ષણમંત્રી.
  • સિનિયર સિટીઝન અને બાળકોના સરવે પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
  • અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આરોગ્ય વિષયક તૈયારીની સમીક્ષા કરતા શિક્ષણમંત્રી

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે. અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ કલેક્ટર કચેરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી હોસ્પિટલોમાં પુરતા બેડ, વેન્ટિલેટર બેડ, ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેક્શન વિતરણ અને વ્યાપક રસીકરણના પરિણામે કોરોના પર મહદાંશે નિયંત્રણ મેળવી શકાયુ છે. સાથે સાથે ‘મારૂ ગામ, કોરોના મૂક્ત ગામ’ જેવા સામાજિક અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે, ત્યારે આ અભિયાન અતર્ગત રાજ્યમાં સમગ્ર ગ્રામ્ય કક્ષાએ ઉભુ થયેલું ‘હેલ્થ ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર’ સંભવિત ત્રીજી લહેરની ઘાતક અસરોને ખાળી શકશે. સાથે સાથે આરોગ્ય માળખાની કાર્યક્ષમતા, કેપેસિટી બિલ્ડિંગ પર ભાર અપાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સાથે સાથે જો ત્રીજી લહેરની પરિસ્થિતી ઉભી થાય તો હોસ્પિટલોમાં પુરતા બેડ, ઓક્સિજનની ઉપલબ્ધિ માટે ઓક્સિજન સીલિન્ડર કોન્સ ન્ટ્રેટર્નો પુરતો જથ્થો-સુનિસચિત કરી દેવાયો છે. સાથે સાથે વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા પણ આયોજન કરી દેવાયું છે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ અગાઉના અનુભવોના આધારે વિશેષ આયોજન કર્યું છે.

જિલ્લામાં વયોવૃધ્ધો અને નાના બાળકો-યુવાનોને સંભવિત અસરોથી બચાવવા એ વય જૂથના સર્વે- સ્ક્રિનીંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, કનુભાઈ પટેલ, લાખાભાઈ ભરવાડ, અગ્રણીઓ ભરતભાઇ પંડ્યા, હર્ષદગીરી ગોસ્વામી,જિલ્લાના પદાધિકારીઓ,આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...