તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદના ઈસમની હત્યા કર્યા બાદ લાશને અસલાલી ખારીકટ કેનાલમાં ફેંકનારા 5 ઝડપાયા

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અસલાલી ખારીકટ કેનાલમાંથી મળેલી લાશના  કેસનો ભેદ હલ કરી અસલાલી પોલીસે 5 હત્યારાઓને ઝડપી લીધા હતા. - Divya Bhaskar
અસલાલી ખારીકટ કેનાલમાંથી મળેલી લાશના કેસનો ભેદ હલ કરી અસલાલી પોલીસે 5 હત્યારાઓને ઝડપી લીધા હતા.
  • પોલીસે હથિયાર, સીએનજી રિક્ષા સાથે આરોપીઓને ઝડપી લીધા

અસલાલી ગામની સીમમાં ખારીકટ કેનાલમાંથી મળી આવેલ અજાણ્યા પુરૂષની લાશનો ભેદ ઉકેલાયો. અસલાલી પોલીસે 5 હત્યારાઓને હથિયાર, સીએનજી રિક્ષા સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ગત 28 જૂને અસલાલી ગામની સીમમાં ખારિકટ કેનાલની સબ કેનાલમાં પીપરિયા ગરનાળા પાસે પાણીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.

ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી જોતાં શરીર પર તીક્ષ્ણ હથિયારના 19 જેટલા ઘા મળી આવ્યા હતા. જે પુરુષની હત્યા થઈ છે તે કોણ છે કોણે હત્યા કરી છે તે શોધી કાઢવા અસલાલી પોલીસ ઇન્સ્પેકટર પી.આર.જાડેજા ,પી.એસ.આઈ જે.એચ.વાઘેલા તેમજ એ.એસ.આઈ જગદીશભાઈ એ અલગ-અલગ તપાસ ટીમો બનાવતા મરનાર પુરુષ કમલેશભાઈ ઈશ્વરભાઈ પંચાલ જગદીશની ચાલી કેડિલાબ્રિજ મણીનગર ઘોડાસર અમદાવાદનો હોવાનું જણાયુ હતું.

આ અંગે વધુ તપાસ હાથ ધરતાં કમલેશભાઈ પંચાલના ઘરની સામે રહેતા અલ્પેશ મહેન્દ્રભાઈ ઠાકોર તથા અન્ય 4 મિત્રોએ જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં પકડાયેલા હત્યારાઓમાં અલ્પેશ મહેન્દ્રભાઈ ઠાકોર (ઉ.વ 22), પ્રવીણભાઈ પ્રતાપભાઈ ઠાકોર (ઉં.વ 19) ,સંજયભાઈ બાબુભાઈ ઠાકોર (ઉં.વ 23) ,સુનિલ શંકરભાઈ ભાટિયા (ઉં.વ 26) , ધર્મેન્દ્રભાઈ મગનલાલ પ્રજાપતિ (ઉં.વ 23) નો સમાવેશ થાય છે.જેમાં એક થી ચાર ક્રમના આરોપીઓ ઘોડાસર તેમજ પાંચમો આરોપી વટવા અમદાવાદનો છે.

અન્ય સમાચારો પણ છે...